કચ્છના મુન્દ્રામાં આજે સવારે એક દુઃખદ ઘટના બની છે. રાસાપીર સર્કલ નજીક આવેલી લેબર કોલોનીમાં ગેસના બાટલો ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સવારે આશરે 7 વાગ્યાના અરસામાં બાટલામાં લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા છે.આ દુર્ઘટનામાં ઇજા પામેલા તમામ યુવકો પરપ્રાંતિય છે અને મુન્દ્રામાં મજૂરી કરતા હતા. દાઝેલા યુવાનોની સુજીત રોય, મનીક કરમકર, જયંતો કરમકર, હરી રોય અને અતુ મોન્ડલના રૂપે ઓળખ થઈ છે. પંચેયને તાત્કાલિક મુન્દ્રાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની ગંભીર હાલતને જોતા તેમને વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ મુન્દ્રા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
