નવરાત્રી માંજ મંત્રી મંડળ ના વિસ્તરણ ની વ્યાપક ચર્ચાઓ વચ્ચે ગાંધીનગરમાં બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાપ્તાહિક કેબિનેટ બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં અનેક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતાઓ છે
વર્તમાન ચોમાસુ ઋતુમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદ અને તેની અસર અંગે સમીક્ષા થશે. વરસાદને કારણે ખેતીમાં નુકસાન, રસ્તાઓની ખરાબ સ્થિતિ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઊભી થયેલી સમસ્યાઓ અંગે વિભાગો દ્વારા અહેવાલ રજૂ કરાશે.
બનાસકાંઠા પાટણ સહીત ના રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ને કારણે પૂર અને સર્જાયેલી તારાજી અંગે સ્થાનિક તંત્ર દ્વારા લેવાયેલા પગલાંઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય ની સુરક્ષા તથા કાયદો વ્યવસ્થાનો અંગે ચર્ચા થઇ શકે છે . નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા તહેવારોમાં રાજ્યભરમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થતી હોવાથી પોલીસ બંદોબસ્ત તથા સુરક્ષા એજન્સીઓના આયોજન પર ચર્ચા થશે.
નાગરિકોને સરકારી અનાજ સમયસર અને યોગ્ય માત્રામાં મળે તેની ખાતરી કરવા વિતરણની કામગીરી અને સુવિધાઓ અંગે સમીક્ષા કરવામાં આવી શકે છે.
રાજ્યમાં ભારે વરસાદ બાદધોવાયેલા તથા તૂટેલા માર્ગોની સ્થિતિ પર ચર્ચા વિચારણા થશે. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રોડ તૂટેલા, ખાડાઓ ઊંડા થયેલા તથા માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં તાત્કાલિક સમારકામ માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે તેવી શક્યતા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસ પાછી મંત્રી મંડળ ના વિસ્તરણ ની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જો આ ચર્ચાઓ વાસ્તવિક રૂપ ધારણ કરે તો સંભવતઃ આ કેબિનેટ બેઠક વર્તમાન મંત્રી મંડળ ની છેલ્લી બેઠક હોય શકે છે.