ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ભક્તિ, શક્તિ અને આરાધનાના પર્વ શારદીય નવરાત્રિના બીજા દિવસે માણસા ખાતે કુળદેવી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી ગુજરાત તેમજ દેશના સર્વે નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
જનકલ્યાણની ભાવના
આ પ્રસંગ નવરાત્રિના ભક્તિમય વાતાવરણમાં તેમની આધ્યાત્મિક સંકલ્પના અને જનકલ્યાણની ભાવનાને રજૂ કરે છે.અમિતશાહે દર વર્ષની જેમ નવરાત્રિના પાવન પ્રસંગે આ વર્ષે પણ પૈતૃક ગામ માણસા ખાતે બહુચર માતા મંદિરમાં માતાજીના દર્શન-પૂજા કરીને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
પરંપરા જાળવી રાખી
માણસા ખાતે તેમની કુળદેવી બહુચરમાતાજીનું મંદિર આવેલું છે, અને તેઓ દરવર્ષે નવરાત્રિના દિવસોમાં પૂજા કરવા માટે આવે છે, આ વખતે પણ તેમને આ પરંપરા જાળવી રાખી અને સહપરિવાર દેવીની પૂજા અર્ચના કરી. અત્યારે નવરાત્રિ શરુ થઈ ગઈ છે અને ચોતરફ ભક્તિમય વાતાવરણ છે, ત્યારે અમિતશાહે પણ પરિવાર સાથે પૂજા કરીને દેવીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
ડૉ. બિમલ જોષી