logo-img
17 New Talukas Will Come Into Existence In Gujarat

ગુજરાતમાં અસ્તિત્વમાં આવશે 17 નવા તાલુકા : આજની કેબિનેટમાં મળી સૈદ્ધાંતિક મંજૂરી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દેખાશે અસર

ગુજરાતમાં અસ્તિત્વમાં આવશે 17 નવા તાલુકા
Published by: Offbeat Team
| Last Updated: Sep 24, 2025, 07:34 AM IST

Gujarat Politics: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં રાજકારણ ગરમાયું છે. ત્યારે આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ દિશામાં જ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે 17 નવા તાલુકાઓની રચના થઈ શકે છે. તેથી રાજ્યના 33 જિલ્લાઓમાં હવે 17 નવા તાલુકાઓની ગણના થશે.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઇ શકે છે. 17 નવા તાલુકાઓનો સમાવેશ થવાને કારણે ચૂંટણીનું ગણિત પણ ફેરવાઈ જશે એ વાત નક્કી છે. આ નિર્ણય સ્થાનિક સ્તરે શાસનને વધુ લોકાભિમુખ બનાવશે અને વહીવટી તંત્રની કાર્યક્ષમતામાં સુધારો કરશે.

નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું નહીં પડે, જેના પરિણામે સમય અને શક્તિનો બચાવ થશે. જો આ નિર્ણય અમલમાં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા રચાયેલા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે. આ પગલાને સરકાર દ્વારા લોકોની વર્ષો જૂની માંગણીઓ સંતોષવા અને વહીવટી સુધારાઓ લાવવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now