logo-img
Bharuch Gidc Fire In Nerolac Factory

ભીષણ આગથી ભયનો માહોલ : સાયખાની નેરોલેક કંપનીમાં વિકરાળ આગ, કામદારોમાં નાસભાગ, મોટુ નુકસાન

ભીષણ આગથી ભયનો માહોલ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 24, 2025, 07:31 AM IST

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDC માં આવેલી નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં બુધવારે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ગભરાટ નો માહોલ છવાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી.
આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા.

અચાનક લાગેલી આગને કારણે કંપની ના કામદારોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો અને જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી.
આગનાબનાવની જાણ થતા જ આસપાસની કંપનીઓના ફાયર ફાયટરો અને ટેન્કર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જોકે GIDC ના રસ્તાઓ પર ઠેર-ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર બ્રિગેડનીગાડીઓને ઘટના સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધા બાદ જ આગના કારણ અંગે સ્પષ્ટત જાણકારી મળી શકશે. આ ઘટનાને પગલે વાગરા પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

જો સમયસર ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી શક્યા હોત તો કદાચ નુકસાની ઓછી થઈ શકી હોત.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now