હાલમાં સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજ દ્વારા "આઇ લવ મોહમ્મદ" પ્રદર્શનને સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. દેશના વિવિધ શહેરોમાં મુસ્લિમ સમાજના લોકો શાંતિપૂર્ણ રીતે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને પોતાના ધાર્મિક નેતા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં પણ આ પ્રદર્શનને લઈને એક મહત્વપૂર્ણ દૃશ્ય જોવા મળ્યું. શહેરના જમાલપુર દરવાજા વિસ્તારમાં મુસ્લિમ સમાજની બહેનો દ્વારા શાંતિપૂર્ણ ધરણા અને પ્રદર્શન કરવામાં આવ્યું. મુસ્લિમ બહેનો "I Love Muhammad" લખેલા પોસ્ટરો સાથે હાથે લઈને એકત્રિત થઈ હતી અને સંપૂર્ણ શાંતિ અને અનુશાસન સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.આ પ્રદર્શનનો હેતુ કોઈ ઉગ્રતાવાળું નિવેદન ન હોઈને, પોતાનાં ધર્મ અને પ્રેત્યી શ્રદ્ધા વ્યક્ત કરવી હતી. મહિલાઓએ ખૂબ શાંતિપૂર્ણ રીતે પોતાની લાગણીઓ રજૂ કરી અને સમાજમાં ધર્મપ્રતિના સન્માન અને અહિંસાના સંદેશો આપ્યો.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર ઘટના 5 સપ્ટેમ્બરના રોજ કાનપુરના સૈયદ નગરમાં શરૂ થઈ હતી. બરાવત (ઈદ-એ-મિલાદ-ઉન-નબી) ના જુલુસ દરમિયાન, મુસ્લિમ સમુદાયે "આઈ લવ મોહમ્મદ પોસ્ટર" લખેલું એક લાઇટ બોર્ડ લગાવ્યું હતું. એવું કહેવાય છે કે આ હિન્દુ જાગરણ માર્ગ પર સ્થિત હતું, જ્યાં આવી ઘટના પહેલા ક્યારેય બની ન હતી. હિન્દુ પક્ષે આનો વાંધો ઉઠાવ્યો હતો. હિન્દુ પક્ષે આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ પક્ષના લોકોએ તેમનું જાગરણ પોસ્ટર ફાડીને લગાવ્યું હતું.
મુસ્લિમ પક્ષનો દાવો છે કે હિન્દુઓએ તેમના પોસ્ટર ફાડી નાખ્યા હતા. રાવતપુર પોલીસ સ્ટેશનમાં નવ નામાંકિત અને 15 અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટર લગાવવા બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી, પરંતુ પરમીશન વિના જાહેર સ્થળે તંબુ બાંધવા અને સંવાદિતાને ખલેલ પહોંચાડવા બદલ દાખલ કરવામાં આવી છે.