Home Gujarat Gujrat News Surat Crime Nakali Psi

સુરતમાંથી નકલી PSI ઝડપાયો! : સુરતમાંથી નકલી PSI ઝડપાયો!

સુરતમાંથી નકલી PSI ઝડપાયો!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 24, 2025, 05:31 AM IST

છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાતમાં 'નકલી'ની બોલબાલા છે. રાજ્યમાં કોઈ પણ નકલી ચીજ વસ્તુથી લઈને અધિકારી સુધીના ભાંડાફોડ થઈ રહ્યા છે, ત્યારે હવે સુરતમાંથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના મત વિસ્તાર નવરાત્રિ મહોત્સવમાં નકલી PSI ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર, એક યુવક નકલી PSI બનીને ગરબાના VIP ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી.
ડુમસના YPD ડોમમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં નકલી PSI નો ઝોન-7 DCP શેફાલી બરવાલે ભાંડો ફોડ્યો હતો. યુવરાજસિંહ રાઠોડ PSI તરીકે યુવકે પોતાની ઓળખ આપી હતી. હાથમાં વોકીટોકી રાખીને ફરતો હતો જેથી સૌ કોઈનું ધ્યાન ગયુ હતું.

વાત જાણે એમ છે કે, DCP શેફાલી બરવાલ રૂટિન વિઝિટ માટે ડુમસના YPD ડોમમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં હતા. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતાં સમયે તેમની નજર એક શખ્સ પર ગઈ હતી. તે સામાન્ય નાગરિક હોવા છતાં પોલીસ અધિકારીઓ સાથે ઊભો હતો. તેના વર્તન પર શંકા જતાં DCPએ આયોજકોને પૂછપરછ કરી હતી.
પૂછપરછ કરતાં આયોજકોએ કહ્યું કે તે યુવક પોલીસ અધિકારી છે સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓનો પરિચિત છે. આયોજકોની વાત સાંભળતાની સાથે તરત જ DCPએ પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. તેમણે પોલીસ કર્મચારીઓને યુવકની ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપી હતી.
યુવકની તપાસ કરતાં જાણવા મળ્યું કે તે યુવરાજ રાઠોડ મૂળ ભાવનગરનો અને હાલમાં વરાછા રહે છે. તેના પિતા હીરાના કારખાના ચલાવે છે. યુવરાજના મોબાઇલમાં સેલિબ્રિટી અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટા મળી આવ્યા હતા. જેના આધારે નાગરિકો સામે પોતાનો રોફ જમાવવાનો પ્રયત્ન કરતો હતો.

યુવરાજની મોડસ ઓપરેન્ડી એકદમ ફિલ્મી હતી. તે અસલી પોલીસ અધિકારીઓની જેમ વાળ અને મૂછ રાખીને આવ્યો હતો. તેના હાથમાં વોકી-ટોકી પણ હતું. જે તેણ હોટેલ ચલાવતા મિત્ર પાસેથી મેળવ્યું હતું. આ વોકી-ટોકી ખરાબ હાલતમાં હતું. 'હું યુવરાજસિંહ PSI છું અને હાલમાં ડ્યુટી પર છું' એવું કહીને તે YPD ડોમના મુખ્ય પ્રવેશદ્વાર પરથી VIP એન્ટ્રી મેળવવામાં સફળ રહ્યો હતો. એટલું જ નહીં તે સીધો VIP અને સેલિબ્રિટીઝની બેઠક હતી ત્યાં પહોંચી ગયો હતો.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવરાજ રાઠોડ બે દિવસથી પોલીસના નામનો દુરુપયોગ કરી નવરાત્રિ મહોત્સવમાં આવતો હતો. અગાઉના દિવસે તેણે VIP વિસ્તારમાં જઈ સેલિબ્રિટીઓ સાથે ફોટા પડાવ્યા હતા. તેના વડોદરામાં રહેતા સંબંધીઓ પોલીસમાં હોવાથી તે પોલીસની ગતિવિધિઓથી પરિચિત હતો. જેનો તેણે ફાયદો ઉઠાવ્યો હતો. ડુમસ પોલીસે આયોજક નયન માંગરોળિયાની ફરિયાદના આધારે યુવરાજ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બળ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓની સતર્કતા મહત્વની છે તે આ ઘટના પરથી પુરવાર થયું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પાવાગઢમાં ભારે પવનના કારણે રોપ-વે સેવા ઠપ્પ!: ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અચાનક વાતાવરણમાં પલટો, અટવાયા હજારો માઈભક્તો

પાવાગઢમાં ભારે પવનના કારણે રોપ-વે સેવા ઠપ્પ!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો: અમરાઇવાડીમાં ₹2 કરોડની નકલી નોટો સાથે 6 શખ્સો ઝડપાયા!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો

સુરતમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ!: કપોદ્રા ભરતનગરમાં સિલિન્ડરના વિસ્ફોટમાં 2 ના મોત

સુરતમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ!
Play Video

40 કિ.મી.ની ઝડપે પવન સાથે વાવાઝોડાનું સ્વરૂપ લઈ તૂટી પડ્યો વરસાદ: જાણો ગુજરાતમાં ક્યાં ઝાડ પડ્યાં, ક્યાં દુકાનોના શેડ ધરાશાયી થયા અને ક્યાં ઉડી સોલારની પ્લેટો

40 કિ.મી.ની ઝડપે પવન સાથે વાવાઝોડાનું સ્વરૂપ લઈ તૂટી પડ્યો વરસાદ

Gujarat Weather; ગુજરાતમાં ફૂંકાયું વાવાઝોડું: આ 13 જિલ્લામાં કડાકા-ભડાકા સાથે તોફાન મચાવશે વરસાદ, ફરી સાચા પડ્યા અંબાલાલ

Gujarat Weather; ગુજરાતમાં ફૂંકાયું વાવાઝોડું

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો: રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે સંભાળ્યો મોરચો, 35ની અટકાયત

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો
Play Video

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!: સમા-ચેતક બ્રિજ પાસે ગેસ લાઈનમાં બ્લાસ્ટ જેવો માહોલ, આકાશમાં ઉંચે સુધી જ્વાળાઓ દેખાઈ

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ: ‘કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભાજપાની મહત્વની બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?: ગાંધીનગર: પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતની સૌથી પાવરફૂલ 'કોર ગ્રુપ'ની જાહેરાત

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું': કોંગી મહિલા નેતા જેની ઠુમ્મરના ભાજપ અધ્યક્ષ પર આકરા પ્રહારો

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું'

પરિવર્તનનો શંખનાદ: ભાજપના 'ભાગલા પાડો'ની નીતિ સામે કોંગ્રેસનો હુંકાર; અનેક અગ્રણીઓ પંજા સાથે જોડાયા!

પરિવર્તનનો શંખનાદ

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ: હિંમતનગરના રાયગઢમાં ફૂડ વિભાગના દરોડા, મોટા પાયે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: મોબાઈલ ચોર ગેંગના 4 સાગરીતો ઝડપાયા, 105 ફોન રિકવર

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!
Play Video

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર: પરિવર્તનના પવન વચ્ચે ચાર ઝોનમાં નવા ચહેરાઓનો વિજય, દિગ્ગજોની હાર

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર
Play Video

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ: કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક, પણ ખેડૂતોમાં ફફડાટ

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ
Play Video

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી: લગ્ન, વારસો અને લિવ-ઈન માટે આવશે નવા કડક નિયમો!

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી

ગુજરાત પોલીસ વિભાગમાં 9 PI ના ટ્રાન્સફર: જાણો કયા અધિકારીને ક્યાં મુકાયા?

ગુજરાત પોલીસ વિભાગમાં 9 PI ના  ટ્રાન્સફર

પાટણના ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ એક્શન મોડમાં!: 18 આરોપીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન, ગુંડાઓમાં ફફડાટ

પાટણના ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ એક્શન મોડમાં!
Play Video

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!: બનાસકાંઠાના આ ગામે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે હિંસક અથડામણ, 20થી વધુ વાહનોમાં તોડફોડ

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!

સમગ્ર ઘટના CCTVમાં કેદ: દિયોદરમાં ધોરણ-12ની પરીક્ષા આપી બહાર નીકળેલા વિદ્યાર્થી પર છરી વડે હિંસક હુમલો

સમગ્ર ઘટના CCTVમાં કેદ