ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામમાં દુઃખદ બનાવ સામે આવ્યો છે. નાહવા પડેલા પાંચ થી છ યુવાનો પૈકી તળાવમાં નાહવા પડેલા યુવાનોમાંથી એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. મળતી વિગતો મુજબ, મયુર બારૈયા નામનો યુવાન તેના ચારથી પાંચ મિત્રો સાથે તળાવમાં નાહવા ગયો હતો. આ દરમિયાન મયુર પાણીમાં ગરકાવ થયો અને બહાર આવી શક્યો નહીં.
ફાયર વિભાગ પર કર્યા ગંભીર આક્ષેપ
આ ઘટના ગઈકાલે બની હતી અને જેના પગલે ગામમાં અરેરાટી ફેલાઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ સિહોર ફાયર વિભાગને જાણ કરી હતી, પરંતુ લોકોએ આક્ષેપ કર્યો કે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચવા માટે ત્રણ કલાકનો સમય લીધો, જેના કારણે યુવાનને બચાવી શકાયો ન હતો.
પરિવારમાં શોક
આ દુઃખદ બનાવને પગલે મયુર બારૈયાના પરિવાર અને સમગ્ર ગામમાં શોકનું માહોલ છવાઈ ગયો છે. તળાવમાં નાહવા જતા પહેલાં સુરક્ષા સૂચનાઓ અને તૈયારી રાખવી ખૂબ જ જરૂરી છે. સ્થાનિક લોકોએ ફાયર વિભાગની કામગીરી પર પણ નારાજગી વ્યક્ત કરી છે.