મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો માટે 'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના'નો પ્રારંભ કરાવ્યો છે. આ સાથે જ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 94 નવી 108 એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે.
₹10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવાર
ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને ₹10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે, જે તેમની સ્વાસ્થ્ય સુખાકારી સુનિશ્ચિત કરશે
મુખ્યમંત્રી શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રીએ કહ્યું કે, 'સૌ સારી રીતે નવરાત્રિનું પર્વ મનાવીએ અને સૌની સુખાકારીને સમૃદ્ધિ વધે'. વધુમાં કહ્યું કે, ''PM એ જાહેર કરેલા જીએસટી સુધારાનો આજથી લાભ મળતો થઈ જશે. નાગરિકોને સ્વાસ્થ્ય બાબતે કોઈ મુશ્કેલીઓ ના પડે તેવા પ્રયાસ કરવા જોઈએ. નવી 94 એબ્યુલન્સ માં આધુનિક ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ કર્યો છે. કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાના કાર્ડ વિતરણ કરવામાં આવ્યું છે''
94 એમબ્યુલન્સનું લોકાર્પણ
ઉલ્લેખનીય છે ક, રાજ્ય સરકારે મેડિકલ સેવાઓ માટે જી કેટેગરીની 94 એમબ્યુલન્સનું લોકાર્પણ કર્યું છે. કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ જી કેટેગરી 108 નો શુભારંભ કરાવ્યો હતો.