logo-img
Six Candidates Unopposed In Banas Dairy Elections

બનાસ ડેરીની ચૂંટણીમાં છ ઉમેદવારો બિનહરીફ થશે! : શંકરભાઈની 'શાખ' અને પરબતભાઈની 'પાઘ' રહી પણ..., 10 બેઠકો પર 'ખેલા હોબે'?

બનાસ ડેરીની ચૂંટણીમાં છ ઉમેદવારો બિનહરીફ થશે!
Published by: Offbeat Team
| Last Updated: Sep 22, 2025, 12:21 PM IST

Banas Dairy Election : એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠાની બનાસ ડેરીની ચૂંટણીને લઈ રાજકીય, સમાજિક અને સહકારી માહોલ ગરમાયો છે. દૂધધરા બાદ બનાસ ડેરી પણ ભાજપના મેડેન્ટને લઈ ચર્ચામાં રહે તો નવાઈની વાત નહીં. કારણ કે, આ વખતે 10 બેઠકો પર એકથી વધુ ફોર્મ ભરાયા છે, જો કે, 6 બેઠકો પર એક-એક જ ફોર્મ ભરાતા 6 બેઠક બિન હરીફ પણ થઈ છે.

આ 6 બેઠક બિનહરિફ થશે

રાધનપુર - શંકર ચૌધરી

થરાદ - પરબત પટેલ

અમીરગઢ - ભાવાભાઇ રબારી

સુઈગામ

​​​​​​​ડીસા

ભાભર​​​​​​​

આ 16 બેઠક માટે ફોર્મ ભરાયા

રાધનપુર - શંકર ચૌધરી (બિન હરીફ)

થરાદ - પરબત પટેલ (બિન હરીફ)

અમીરગઢ - ભાવાઇ રબારી (બિન હરીફ)

સુઈગામ - મુળજી પટેલે (બિન હરીફ)

ડીસા -

ભાભર

વાવ

લાખણી

વડગામ - કે.પી. ચૌધરી અને દિનેશ ભટોળ

પાલનપુર - હરિ ચૌધરી, ભરત ચૌધરી

દાંતીવાડા - પી.જે. ચૌધરી, વિનોદ ભૂતડીયા

ધાનેરા

દાંતા

સાંતલપુર

કાંકરેજ - અણદા પટેલ અને બાબુ ચૌધરી

દિયોદર

10 બેઠક માટે ક્યાંક ત્રણ-ત્રણ તો ક્યાંક પાંચ-પાંચ ઉમેદવારો મેદાને ઉતર્યા છે

10 ઓક્ટોબર મતદાન યોજાશે

ચૂંટણી પ્રક્રિયાનું મહત્વપૂર્ણ તબક્કું એટલે કે મતદાન, 10 ઓક્ટોબરના રોજ યોજાનાર છે. મતદાન પૂર્ણ થયા પછી 11 ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવશે અને એ જ દિવસે પરિણામો પણ જાહેર કરવામાં આવશે.

હરીફ પેનલ ઊભી થવાની શક્યતાઓ

આ વખતની બનાસ ડેરીની ચૂંટણી ખાસ એટલા માટે છે કે, સામાન્ય રીતે એક પક્ષીય રહેતી હોય છે પરંતુ 6 બેઠકો પર તો બિન હરીફનો માહોલ થઈ ગયો છે પરંતુ 10 બેઠકો પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જેના કારણે ચૂંટણી વધુ રોમાંચક બની શકે છે અને સભ્યોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બનાસ ડેરીના લોકતંત્રને મજબૂત બનાવવા અને ખેડૂતોના હિત માટે યોગ્ય નેતૃત્વ પસંદ કરવા માટે એક મહત્વપૂર્ણ અવસર છે.

પ્રતિષ્ઠાનો સવાલ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ થરાદ ધારાસભ્ય અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની પ્રતિષ્ઠાનો સવાલ છે. જો નિયામક મંડળ બિનહરીફ ન થાય તો ત્રણ પદ પર રહેનાર શંકર ચૌધરીની પ્રતિષ્ઠાનો સવાલ કહી શકાય.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now