આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ - 1 (એકમ) સોમવાર તારીખ22/09/2025ના રોજ માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર
જેમાં આરતી સવારે 07:30 થી 08:00, દર્શન સવારે 08:00 થી 11:30, રાજભોગ 12 કલાકે, દર્શન બપોર 12:30 થી 16:15, આરતી સાંજે 18:30 થી 19:00 દર્શન સાંજે 19:00 થી 21:00 વાગ્યા સુધીનો સમય રહેશે.
નવરાત્રી અંગેનો કાર્યક્રમ જાણો
આ સાથે નવરાત્રી અંગેનો કાર્યક્રમ (1)ઘટ સ્થાપન આસો સુદ-૧ સોમવારને તા.22/09/2025. સમય સવારે 09:00 થી 10:30 કલાકે (2) દુર્ગાષ્ટમી આસો સુદ-8 મંગળવારને તા. 30/09/2025. આરતી સવારે 6-00 કલાકે થશે. (3) ઉત્થાપન આસો સુદ-8 મંગળવારને તા.30/09/2025 સવારે 12:00 કલાકે, (4) વિજયાદશમી આસો સુદ-10 ગુરૂવારને તા.02/10/2025 સાંજે 5:00 કલાકે, (6) દુધ પૌઆનો ભોગ (પુનમ) તા.06/09/2025 સોમવારના રોજ રાત્રે 12:00 કલાકે કપુર આરતી, (7) આસો સુદ (પુનમ) આસો સુદ-15(પુનમ) મંગળવાર તા.07/10/2025. આરતી સવારે 6-00 કલાકે રહેશે. તા.08/10/2025ના રોજથી આરતી-દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરાઈ છે.