Home Gujarat Bharuch Dudhdhara Dairy Election Results Declared

દૂધધારા ડેરી ચૂંટણી પરિણામ જાહેર : ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે મેદાન માર્યું, અરુણસિંહ રણાની પેનલને 1 બેઠક જ મળી!

દૂધધારા ડેરી ચૂંટણી પરિણામ જાહેર
Published by: OBS Bureau
Last Updated: Sep 20, 2025, 09:43 AM IST

Dudhdhara Dairy Election : દૂધધારા ડેરીની ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયું છે, ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીની મતગણતરી સંપન્ન થઈ ગઈ છે અને તમામ 15 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં ઘનશ્યામ પટેલની પેનલના ફાળે 11 બેઠક ગઈ છે જ્યારે અરુણસિંહ રણાની પેનલને 1 બેઠક મળી છે તો 3 અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે. ત્યારે ઘનશ્યામ પટેલનું પુન: ચેરમેન બનવું નિશ્ચિત થઈ ગયું છે. ધારાસભ્ય અરૂણસિંહ રણાના ફાળે માત્ર બિન હરીફ બેઠક આવી છે.

ઘનશ્યામ પટેલની પેનલના ફાળે 11 બેઠક ગઈ

આપને જણાવી કે, મતગણતરી થતાં પરિણામ જાહેર થઈ ગયો છે. ખાસ કરીને ભાજપમાં મેન્ડેટને લઈને ઉથલપાથલ જોવા મળી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ અપાયું તેવા ઉમેદવારો સામે ભાજપના લોકોએ ચૂંટણીમાં ફોર્મ ભર્યા હતા, એટલે કે, પક્ષના કેટલાક નેતાઓએ મેન્ડેટના નિર્ણય સામે બળવો કર્યો હતો. જો કે, જેના પગલે પક્ષેે ભાજપમાંથી સસ્પેન્ડ પણ કર્યા હતા.

17 વર્ષથી ઘનશ્યામ પટેલનો કબજો રહ્યો

અત્રે જણાવીએ કે, દૂધધારા ડેરીનો 900 કરોડના ટર્નઓવર છે. આ ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ઘનશ્યામ પટેલનો કબજો રહ્યો છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં વાગરાના ભાજપ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાની પેનલ ઊભી કરી હતી ત્યારે બે બળિયાઓ વચ્ચે સીધી ટક્કર જામી હતી

14 બેઠકો માટે કુલ 296 મતદારો મતદાન કર્યું હતું

દૂધધારાની ચૂંટણીમાં 15 બેઠકો માટે જાહેરાત થઈ હતી, જેમાંથી એક બેઠક પર અરૂણસિંહના પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારે આજે 14 બેઠકો માટે કુલ 296 મતદારો મતદાન કર્યું હતુ.

અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારો ને ભાજપે મેન્ડેટ આપ્યું

વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારો ને ભાજપે મેન્ડેટ આપ્યું હતું. જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ, વાગરા, આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now