Amul : કેન્દ્ર સરકારે GSTમાં મોટી રાહત આપી છે, ત્યારે અમૂલે ગ્રાહકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું વેચાણ કરતી GCMMFએ ઘી, માખણ, આઈસ્ક્રીમ, બેકરી અને ફ્રોઝન નાસ્તા સહિત 700 થી વધુ પ્રોડક્ટ્સ ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
અમૂલ ગોલ્ડમાં લિટરે 3 રૂપિયાનો ઘટાડો
અત્રે જણાવીએ કે, ''22 તારીખથી અમલમાં આવનારા આ ભાવ ઘટાડા અંતર્ગત અમૂલ ગોલ્ડમાં લિટરે 3 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે અમૂલ તાજા દૂધમાં લિટરે 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘીના ભાવમાં પણ પ્રતિ લિટર 40 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે માખણના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલે આઈસ્ક્રિમની કિંમતમાં 15 રૂપિયાનો ઘટાડો થયો છે. જે ભાવ સમગ્ર દેશમાં 22 સપ્ટેમ્બરે લાગુ પડશે''
જુઓ લિસ્ટ
GSTના કારણે થયો ઘટાડો
ભારતની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ અમુલે આજે 700થી વધુ ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો જાહેર કર્યો છે. જે ઘટાડામાં માખણ, ઘી, દૂધ, આઈસ્ક્રીમ, ચીઝ, પનીર, ચોકલેટ, બેકરી શ્રેણી, ફ્રોઝન ડેરી અને બટાકાના નાસ્તા, પીનટ સ્પ્રેડ વગેરેનો સમાવેશ થાય છે. અમુલે એક નિવેદનમાં જણાવ્યું કે, ''36 લાખ ખેડૂતોની માલિકીની સહકારી સંસ્થા તરીકે, અમુલ માને છે કે કિંમતોમાં ઘટાડો ડેરી ઉત્પાદનો, ખાસ કરીને આઈસ્ક્રીમ, ચીઝ અને માખણની વિશાળ શ્રેણીના વપરાશને વેગ આપશે કારણ કે ભારતમાં માથાદીઠ વપરાશ ખૂબ ઓછો છે, જેનાથી વૃદ્ધિની મોટી તક ઊભી થશે. GSTમાં ઘટાડો ઉત્પાદકને ગ્રાહકોના આવકમાં અમૂલનો હિસ્સો મોટા પાયે વધારવામાં મદદ કરશે''