યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-IB વિઝા કાર્યક્રમને જટિલ બનાવ્યો છે અને "ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ" શરૂ કર્યો છે, જે કાર્યક્રમ હેઠળ $1 મિલિયનની વ્યક્તિગત સ્પોન્સરશિપ અને $2 મિલિયનની કોર્પોરેટ સ્પોન્સરશિપ ધરાવતા કર્મચારીઓને યુએસ નાગરિકતા મળશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડને હાઇ-સ્પીડ ગ્રીન રૂટ તરીકે વર્ણવ્યું છે જે જૂના EB-1 અને EB-2 કાર્યક્રમોને રિપ્લેસ કરી શકે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો છે કે આનાથી યુનાઇટેડ સ્ટેટ્સ માટે $100 બિલિયનથી વધુ ફંડ એકત્ર થશે અને ઉચ્ચ-સ્તરીય પ્રતિભાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. ટ્રમ્પ ગોલ્ડ કાર્ડનો પ્રસ્તાવ હમણાં જ રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવને મંજૂરી મળ્યા પછી જ એક પ્રોગ્રામ બનાવીને લોન્ચ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે "ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડ" ($5 મિલિયન માટે)નો પણ પ્રસ્તાવ મૂક્યો છે, જે બિન-અમેરિકન ઇન્કમ પર કર મુક્તિ પ્રદાન કરશે.
બંને વચ્ચે શું અને કેટલો તફાવત છે?
1. H-1B વિઝા યુનાઇટેડ સ્ટેટ્સમાં કામચલાઉ કામ અથવા રોજગાર માટે આપવામાં આવે છે, જે ઇમિગ્રન્ટ્સને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. બીજી તરફ, ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ, યુએસ નાગરિકતા મેળવવાના સાધન તરીકે કામ કરશે.
2. H-1B વિઝાનો હેતુ ટેક ઉદ્યોગને અન્ય દેશોના એન્જિનિયરો, વ્યાવસાયિકો અને કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપવાનો છે. ટ્રમ્પ ગોલ્ડ કાર્ડનો હેતુ અન્ય દેશોના વ્યક્તિઓ અને કંપનીઓને યુએસમાં રોકાણ કરવાના બદલામાં ગ્રીન કાર્ડ અથવા યુએસ નાગરિકતા આપવાનો છે, જેનાથી યુએસ અર્થતંત્રને વેગ મળે છે.
3. H-1B વિઝા માટે, અરજદાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ અને તેને ભરતી કરતી કંપની તરફથી સ્પોન્સરશિપની જરૂર હોય છે, જ્યારે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ માટે, દસ લાખ ડોલરનું વ્યક્તિગત રોકાણ અને બે મિલિયન ડોલરનું કંપની ઇન્વેસ્ટમેન્ટ ફરજિયાત છે.
4. H-1B વિઝા શરૂઆતમાં ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે અને તેની મુદત ત્રણ વર્ષ સુધી લંબાવવામાં આવે છે. છ વર્ષ પછી ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકાય છે. ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ એક પ્રકારનું ગ્રીન કાર્ડ છે જે કાયમી નિવાસ માટે આપવામાં આવશે.
5. H-1B વિઝા માટે, મૂળ ફી 460 ડોલર છે અને અન્ય શુલ્ક સાથે, 100,000 ડોલરની વધારાની વાર્ષિક ફી ચૂકવવાની રહેશે. જ્યારે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ માટે, પ્રોસેસિંગ ફી સાથે $1 મિલિયન અથવા $2 મિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ ચૂકવવું પડશે.
6. H-1B વિઝા કાર્યક્રમ હેઠળ, જીવનસાથી પાસે H-4 વિઝા હોવો આવશ્યક છે અને તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, જ્યારે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ સમગ્ર પરિવાર માટે ઉપલબ્ધ રહેશે.