1 ઓક્ટોબર 2025થી પેન્શન યોજનાઓ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં સુધારા અમલમાં આવશે. આ ફેરફારોનો સીધો ફાયદો ખાસ કરીને બિન-સરકારી ક્ષેત્રના કર્મચારીઓ અને ગિગ વર્કર્સને થશે.
બિન-સરકારી ક્ષેત્ર માટે Multi-Scheme Framework
PFRDA (Pension Fund Regulatory and Development Authority)એ NPS (National Pension System)માં Multi-Scheme Framework (MSF) રજૂ કર્યું છે.
આ નિયમ 1 October 2025થી લાગુ થશે.
અગાઉ એક PAN પર ફક્ત એક જ યોજના માં રોકાણ શક્ય હતું, હવે અનેક યોજનાઓમાં રોકાણ કરી શકાશે.
હાઈ રિસ્ક લેવા ઇચ્છતા રોકાણકારો 100% સુધી Equityમાં રોકાણ કરી શકશે.
મધ્યમ જોખમવાળી યોજનાઓમાં પણ રોકાણ કરવાની તક મળશે.
પેન્શન યોજનાના ચાર્જમાં ફેરફાર
PFRDA એ NPS, APY (Atal Pension Yojana), UPS (Unified Pension Scheme) અને NPS Lite માટે લાગુ ચાર્જમાં સુધારો કર્યો છે.
સરકારી કર્મચારીઓને હવે PRAN ખોલવા માટે ₹18 (e-PRAN kit) અને ₹40 (Offline PRAN card) ચૂકવવા પડશે.
Zero-Balance Accounts પર કોઈ શુલ્ક નહીં વસૂલાય.
ટ્રાન્ઝેક્શન પર વધારાની કોઈ ફી નહીં લાગે.
એન્ટ્રી અને એક્ઝિટ નિયમોમાં બદલાવ
નવા નિયમો હેઠળ NPS માં Entry-Exit સંબંધિત સુધારા કરવામાં આવ્યા છે:
“Exit” ની વ્યાખ્યામાં હવે NPS Vatsalya અને Citizenship Renunciation જેવા પરિસ્થિતિઓનો સમાવેશ થશે.
પ્રવેશ અને એક્ઝિટ માટેની Age Limit વધારાશે.
એકમ રકમ ઉપાડવાની મર્યાદા વધારવામાં આવશે.
Annuity અથવા Lump Sum Withdrawals માટે પૂર્વ સૂચનાની જરૂર નહીં રહે.
સ્વચાલિત Continuation Facility પણ ઉપલબ્ધ રહેશે.