logo-img
Supreme Court Ready To Hear Vodafone Ideas Plea Shares Rocket Price Reaches Rs 882

Vodafone-Ideaની અરજી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર : શેર બન્યા રોકેટ, 12% થી વધુનો વધારો

Vodafone-Ideaની અરજી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર
Published by: Offbeat Team
| Last Updated: Sep 19, 2025, 11:07 AM IST

સુપ્રિમ કોર્ટે જાણીતી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમિટેડને મોટી રાહત આપી છે. હકીકતમાં કોર્ટે વર્ષ 2016-17 માટે વધારાના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) માંગણીઓ રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી હતી. કોર્ટે 26 સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી કરશે. આ સમાચાર બાદ, રોકાણકારોએ વોડાફોન આઈડિયાના શેર પર ઉછાળો કર્યો, જેની કિંમત 9 રુપિયાથી ઓછી હતી, અને તે 12% થી વધુ વધ્યા. ટ્રેડિંગ દરમિયાન, શેરની કિંમત 8.82 રુપિયા પર પહોંચી ગઈ, એક દિવસ પહેલા તેની કિંમત 8 રુપિયાથી ઓછી હતી.

Vodafone Idea Shares Up Almost 10 ...

સુનાવણી મોકુફ રાખી

મુખ્ય ન્યાયાધીશ બી.આર ગવઈ, ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રન અને એન. વી. અંજારિયાની બેન્ચે ટેલિકોમ કંપની તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અને કેન્દ્ર તરફથી રજૂ થયેલા સોલાસિટર જનરલ તુષાર મહેતાની દલીલો સાંભળ્યા બાદ અરજીની સુનાવણી આગામી શુક્રવાર સુધી મોકુફ રાખી છે. કાયદા અધિકારીએ કહ્યું કે હવે પરિસ્થિતિ ઓ બદલાઈ ગઈ છે અને પક્ષકારો ઉકેલ શોધવા માંગે છે.

ટેલિકોમ કંપનીઓને ઝટકો

કંપનીએ 8 સપ્ટેમ્બરના રોજ એક નવી અરજી દાખલ કરી હતી, જેમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગને 3 ફેબ્રુઆરી, 2020ના કપાત ચકાસણી માર્ગદર્શિકા અનુસાર નાણાકીય વર્ષ 2016-17 સુધીના તમામ AGR બાકી લેણાંનું વ્યાપક પુન: મુલ્યાંકન કરવા વિનંતી કરવામાં આવી હતી. આ વર્ષની શરુઆતમાં ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા સહિતની ટેલિકોમ કંપનીઓને ઝટકો આપતા, સુપ્રિમ કોર્ટે આ કંપનીઓ દ્વારા ચૂકવવામાપાત્ર AGR બાકી લેણાંની ગણતરીમાં કથિત ભૂલોને સુધારવા માટેની તેમની વિનંતીને નકારતા તેના પહેલાના આદેશની સમીક્ષા કરવાનો ઈન્કાર કર્યો હતો.

Vodafone-Idea Merger Creates India's ...

સમીક્ષા કરવાની અરજીઓ ફગાવી દીધી

સુપ્રિમ કોર્ટે આ કંપનીઓની 2021ના આદેશની સમીક્ષા કરવાની અરજીઓ ફગાવી દીધી હતી, ટેલિકોમ કંપનીઓએ દલીલ કરી હતી કે ગણતરીમાં અંકગણિત ભૂલો સુધારવી જોઈએ અને એન્ટ્રીઓના ડુપ્લિકેશનના કિસ્સાઓ હતા, સપ્ટેમ્બર 2020 માં સુપ્રિમ કોર્ટે AGR સંબંધિત લેણાં રુ93,520 કરોડ ચૂકવવા માટે સંઘર્ષ કરી રહેલા ટેલિકોમ સેવા પ્રદાતાઓ માટે 10 વર્ષની સમયમર્યાદા નક્કી કરી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now