GST ના નવા દરો 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ થઈ રહ્યા છે. આ પહેલા દૂધ, ઘી, માખણ સહિત ઘણી ખાણી-પીણીની ચીજો પર નવા ભાવનું લિસ્ટ સામે આવી ગયું છે. GST ના નવા દર લાગુ થયા પહેલા મધર ડેરીએ દૂધ, ઘી, પનીર, ચીઝ વગેરેના ભાવ ઘટાડીને નવી લિસ્ટ જારી કરી છે.
હવે આ હશે ચીજોના નવા ભાવ
નવી રેટ લિસ્ટ અનુસાર, ટેટ્રા પેક દૂધ એક લિટર જે પહેલા 5 % GST સાથે 77 રૂપિયા મળતું હતું, તે 75 રૂપિયામાં મળશે. ઘીનું ટીન જે 750 રૂપિયાનું હતું, તે 720 રૂપિયામાં મળશે. પનીર 200 ગ્રામ 95 રૂપિયામાં મળતું હતું તે 22 પછીથી 92 રૂપિયામાં મળશે. ચીઝની સ્લાઈસ 200 ગ્રામ 170 રૂપિયાની હતી, પરંતુ તે 160 રૂપિયામાં મળશે.
400 ગ્રામ પનીરનું પેકેટ 180 રૂપિયામાં હતું, તેના 174 રૂપિયા. મલાઈ પનીર 200 ગ્રામના પેકેટના 100 રૂપિયાથી ઘટીને 97 રૂપિયા થઈ ગયા છે. મધર ડેરીએ ટેટ્રા પેક દૂધનું 450 ML નું પેક પહેલા 33 રૂપિયાનું હતું, પરંતુ હવે 32 રૂપીયાનું મળશે. મિલ્કશેક 180 ML 30 રૂપિયાની જગ્યાએ 28 રૂપિયામાં મળશે.
2 થી 3 રૂપિયા સુધી ઘટાડ્યા ભાવ
જણાવી દઈએ કે GST ના નવા દરોની જાહેરાત થયા બાદ મધર ડેરીએ પોતાના ગ્રાહકોને મોટી રાહત આપતા દરેક ચીજોના ભાવ 2 થી 3 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે. કારણ કે ઘરમાં ઉપયોગમાં લેવાતી રોજિંદા જીવનની ખાણી-પીણીની ચીજો હવે 5% GST સ્લેબમાં આવી ગઈ છે. આનાથી મધર ડેરી કંપનીના સંપૂર્ણ પોર્ટફોલિયોનો મોટો ફાયદો થયો છે.
કેમ કે અમુક ચીજો 0 તો અમુક 5% GST હેઠળ સસ્તી થઈ ગઈ છે. કંપની અ બદલાવને માંગ વધવાથી વધુ ફાયદો થવાના દ્રષ્ટિકોણથી જોઇ રહી છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 5 સપ્ટેમ્બરે GST ના નવા દરોની જાહેરાત કરી હતી. હવે GST ની માત્ર 2 દરો 5 અને 12 % રહી ગઈ છે, જે આગામી 22 સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહી છે.