Home Business Gold Silver Price Today 10 March 20 83 Ahmedabad Surat Mumbai Rates Citywise Gold Silver Rates List Gujarat Metro Cities Today

Gold Silver Price Today : ક્રૂડ ગગડતા સોનું રૂ.1.62 લાખને પાર, ચાંદીમાં પણ જોરદાર ચમકારો; જાણો અમદાવાદથી ચેન્નાઈ સુધીના લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 05:49 AM IST

Gold Silver Price: વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સમાં નરમી અને ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા તોતિંગ ઘટાડાને પગલે કિંમતી ધાતુઓના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી નોંધાઈ છે, જેણે રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ભૌગોલિક રાજકીય અસ્થિરતાને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગમાં (Safe Haven Demand) વધારો થયો છે. કોમોડિટી એક્સપર્ટ્સનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો $119.43 પ્રતિ બેરલથી ઘટીને સીધી $90 પર આવી જતાં રોકાણકારોનો ઝુકાવ કિંમતી ધાતુઓ તરફ વધ્યો છે.

ભારતીય વાયદા બજાર (MCX) પર પણ સોના અને ચાંદીમાં મોટી તેજી જોવા મળી છે. સવારના સત્રમાં સોનું 1% થી વધુ અને ચાંદી 3% થી વધુના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ડોલરની નબળાઈ સોના માટે પોઝિટિવ સાબિત થઈ છે, જેના કારણે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. જો તમે પણ આજે સોના કે ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા હોવ, તો અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના મોટા શહેરોમાં શું છે લેટેસ્ટ રેટ, તેની સંપૂર્ણ વિગત અહીં મેળવો.

MCX અને ઇન્ટરનેશનલ માર્કેટમાં તેજીનો માહોલ

આજે સવારે MCX પર સોનું રૂ.1,711 વધીને રૂ.1,62,010 ના સ્તરે પહોંચ્યું હતું. જ્યારે ચાંદીમાં રૂ.9,036 નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જેની કિંમત રૂ,2,76,196 પ્રતિ કિલોની આસપાસ ટ્રેડ થઈ રહી હતી. વૈશ્વિક બજારમાં COMEX પર સોનાનો ભાવ 1.34% વધીને $5,172 પ્રતિ ઔંસ પર રહ્યો હતો. નિષ્ણાતોના મતે ક્રૂડ ઓઇલ તેના 52-અઠવાડિયાના હાઈથી લગભગ 25% જેટલું નીચે ગબડ્યું છે, જે સોનાની મજબૂતીનું મુખ્ય કારણ છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજનો સોનાનો ભાવ

આજે 10 માર્ચ, 2026ના રોજ ગુજરાતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં સ્થિરતા સાથે વધારો જોવા મળ્યો છે:

શહેર

22 કેરેટ સોનાનો ભાવ

24 કેરેટ સોનાનો ભાવ

અમદાવાદ

₹1,48,240

₹1,61,720

સુરત

₹1,48,240

₹1,61,720

વડોદરા

₹1,48,240

₹1,61,720

રાજકોટ

₹1,48,240

₹1,61,720

મુંબઈ

₹1,48,190

₹1,61,670

દિલ્હી

₹1,48,340

₹1,61,820

કોલકાતા

₹1,48,190

₹1,61,670

બેંગલુરુ

₹1,48,190

₹1,61,670

હૈદરાબાદ

₹1,48,190

₹1,61,670

ચેન્નાઈ

₹1,49,490

₹1,63,080

ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો

સોનાની સાથે ચાંદીમાં પણ આજે ઝળકાટ જોવા મળ્યો છે. દેશમાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹279.90 અને પ્રતિ કિલોગ્રામ ₹2,79,900 પર પહોંચ્યો છે. ઔદ્યોગિક માંગમાં સ્થિરતા અને વૈશ્વિક સંકેતોને કારણે ચાંદીના ભાવમાં 3% થી વધુની તેજી જોવા મળી છે, જે ઘરેણાંના ખરીદદારો માટે ખર્ચાળ સાબિત થઈ શકે છે.

ક્રૂડ અને અન્ય કોમોડિટીઝની સ્થિતિ

જ્યારે સોનું-ચાંદી વધી રહ્યા છે, ત્યારે એનર્જી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે:

  • ક્રૂડ ઓઇલ: માર્ચ વાયદો 4.70% ઘટીને ₹8,365 પર રહ્યો છે.

  • નેચરલ ગેસ: માર્ચ વાયદો ₹289.70 પર ટ્રેડ કરી રહ્યો છે.

  • કોપર: કોપરના ભાવમાં 0.75% નો વધારો જોવા મળ્યો છે, જે ₹1,203 પર પહોંચ્યો છે.

મિસ્ડ કોલથી જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ

સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવા હવે સરળ રીત ઉપલબ્ધ છે. ગ્રાહકો મિસ્ડ કોલ દ્વારા પણ સોનાના દર જાણી શકે છે. તેના માટે 8955664433 નંબર પર મિસ્ડ કોલ કરવો રહેશે. મિસ્ડ કોલ કર્યા બાદ થોડા જ સમયમાં SMS દ્વારા સોનાનો ભાવ પ્રાપ્ત થશે. આ ઉપરાંત, સોનાના દર ચકાસવા માટે ibjarates.com જેવી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ માહિતી મેળવી શકાય છે.

22 કેરેટ અને 24 કેરેટ સોનામાં શું ફરક?

24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ સોનું આશરે 91% શુદ્ધ ગણાય છે. 22 કેરેટ સોનામાં લગભગ 9% અન્ય ધાતુઓ - જેમ કે તાંબુ, ચાંદી અથવા જસત મિશ્રિત કરવામાં આવે છે, જેથી તેમાંથી ઘરેણાં બનાવવું સરળ બને. અત્યંત શુદ્ધ હોવાના કારણે 24 કેરેટ સોનામાંથી ઘરેણાં બનાવાતાં નથી; તેથી બજારમાં મોટા ભાગે 22 કેરેટ સોનું વેચાય છે.

સોનાની શુદ્ધતા કેવી રીતે ઓળખવી?

સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક ચિહ્નો જોવું જરૂરી છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO (Indian Standard Organization) દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 22 કેરેટ પર 920, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. સામાન્ય વપરાશમાં 22 કેરેટ સોનું વધુ પ્રચલિત છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટ સોનાનો પણ ઉપયોગ કરે છે. કેરેટ જેટલું વધુ, સોનું તેટલું વધુ શુદ્ધ માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now