Big News For LPG Cylinder: જો તમે ઘરમાં LPG રાંધણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકારે હવે તમામ ઘરેલુ LPG ગ્રાહકો માટે e-KYC પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, LPG ગ્રાહકોને આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન એટલે કે e-KYC પૂર્ણ કરવું જરૂરી રહેશે. જો ગ્રાહકો સમયસર આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેમને ગેસ સબસિડી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
સરકારનું મુખ્ય ઉદ્દેશ શું છે?
સરકારનું કહેવું છે કે e-KYC ફરજિયાત બનાવવાથી ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળા બજાર પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે. આ પ્રક્રિયા દ્વારા ફક્ત યોગ્ય લાભાર્થીઓ સુધી જ સબસિડી પહોંચશે અને સમગ્ર સિસ્ટમ વધુ પારદર્શક બનશે. ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
હવે ઘરેબેઠાં મોબાઇલથી થશે e-KYC:
સરકાર દ્વારા ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે. હવે e-KYC માટે ગેસ એજન્સી સુધી જવાની જરૂર નથી. ગ્રાહકો પોતાના સ્માર્ટફોન દ્વારા ઘરેથી જ થોડા મિનિટોમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
e-KYC કરવાની સરળ પ્રક્રિયા
LPG ગ્રાહકો નીચે આપેલા બે સરળ સ્ટેપ્સ દ્વારા e-KYC પૂર્ણ કરી શકે છે:
સ્ટેપ 1:
સૌપ્રથમ https://www.pmuy.gov.in/e-kyc.html લિંક પર જાઓ અથવા QR કોડ સ્કેન કરો.
સ્ટેપ 2:
તમારી ગેસ કંપનીની ઓફિશિયલ એપ ડાઉનલોડ કરો. સાથે જ Aadhaar FaceRD એપ પણ ઇન્સ્ટોલ કરો. ત્યારબાદ એપમાં આપવામાં આવેલી સૂચનાઓ મુજબ ચહેરાનો સ્કેન કરીને આધાર દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ કરો. થોડી જ મિનિટોમાં તમારું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.
સબસિડી માટે e-KYC જરૂરી:
સરકારના જણાવ્યા અનુસાર LPG સિલિન્ડરની 8મી અને 9મી રિફિલ પર મળતી ₹300 સુધીની સબસિડી મેળવવા માટે e-KYC ફરજિયાત રહેશે. જો ગ્રાહકો e-KYC પૂર્ણ નહીં કરે તો ભવિષ્યમાં તેમની સબસિડી બંધ થઈ શકે છે. એકવાર નાણાકીય વર્ષમાં e-KYC પૂર્ણ કર્યા પછી તે જ વર્ષ દરમિયાન ફરીથી પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી.
સમસ્યા હોય તો ક્યાં સંપર્ક કરવો?
જો કોઈ ગ્રાહકને e-KYC કરવામાં મુશ્કેલી આવે તો તેઓ પોતાના નજીકના LPG ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત હેલ્પલાઇન નંબર 1800-233-3555 પર પણ માર્ગદર્શન મળી શકે છે.
LPG ગ્રાહકો માટે હવે આધાર આધારિત e-KYC કરાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. જો તમે ગેસ સબસિડીનો લાભ ચાલુ રાખવા માંગતા હો, તો શક્ય તેટલી વહેલી તકે મોબાઇલ દ્વારા ઘરેથી જ e-KYC પૂર્ણ કરી લો.




















