Home Business Petrol And Diesel Prices In India March 11 Lpg Cylinder Shortage And Government Action Updates

Petrol-Diesel Price Today : પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવમાં મોટો ફેરફાર, જાણો અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં આજના લેટેસ્ટ રેટ

Petrol-Diesel Price Today
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 03:32 AM IST

Petrol, Diesel Price Today (March 11): મધ્ય-પૂર્વ એશિયા (વેસ્ટ એશિયા) માં ચાલી રહેલા સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારાને કારણે દેશમાં ઇંધણના ભાવ વધવાની આશંકા સેવાઈ રહી હતી. જોકે, આજે એટલે કે 11 માર્ચ, 2026 ના રોજ ભારતીય ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. કાચા તેલની કિંમત હાલમાં 90 ડોલર પ્રતિ બેરલની આસપાસ હોવા છતાં, સરકાર તરફથી સંકેત મળ્યા છે કે હાલમાં કિંમતો સ્થિર રહેશે.

સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી કાચું તેલ 130 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવે નહીં ત્યાં સુધી ઓઇલ કંપનીઓ નુકસાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી, મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે પણ તાત્કાલિક ધોરણે ભાવ વધારાની કોઈ શક્યતા જણાતી નથી. ભારત પાસે પૂરતો ઇંધણ અનામત સ્ટોક અને સપ્લાયની વ્યવસ્થા હોવાથી ગભરાવાની જરૂર નથી.

આજના પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ (11 માર્ચ, 2026)

ભારતના મુખ્ય શહેરોમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે:

શહેર

પેટ્રોલ (₹/લિટર)

ડીઝલ (₹/લિટર)

નવી દિલ્હી

₹94.77

₹87.67

મુંબઈ

₹103.49

₹90.03

અમદાવાદ

₹94.48

₹90.17

કોલકાતા

₹103.94

₹92.02

ચેન્નાઈ

₹100.80

₹92.39

બેંગલુરુ

₹102.92

₹88.99

હૈદરાબાદ

₹107.46

₹95.70

પુણે

₹104.04

₹90.55

જયપુર

₹104.72

₹90.21

ચંદીગઢ

₹94.30

₹82.45

શું આગામી સમયમાં ભાવ વધશે?

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા હોવા છતાં, ભારત સરકાર અને ઓઇલ મંત્રાલય સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે ભારતની સપ્લાય ચેઈન મજબૂત છે અને મધ્ય-પૂર્વના તણાવની તાત્કાલિક અસર સ્થાનિક બજાર પર નહીં પડે.

મધ્ય-પૂર્વના યુદ્ધની અસર: LPG સપ્લાયમાં 30% નો ઘટાડો

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે હોર્મુઝ જલમાર્ગ (Strait of Hormuz) દ્વારા થતી ગેસ સપ્લાયને માઠી અસર થઈ છે. ભારતની કુલ ગેસ સપ્લાયમાં અંદાજે 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ કારણોસર ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ગેસ એજન્સીઓ બહાર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. બેંગલુરુ, મુંબઈ અને ચેન્નાઈ જેવા મેટ્રો શહેરોમાં તો ગેસના અભાવે નાના હોટલ સંચાલકોએ દુકાનો બંધ રાખવાની નોબત આવી છે.

ગુજરાત સહિત અન્ય શહેરોમાં LPGના આજના ભાવ

ગુજરાતના અમદાવાદમાં આજે ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ ₹920 છે, જ્યારે કોમર્શિયલ સિલિન્ડર ₹1902 માં મળી રહ્યો છે. અન્ય મુખ્ય શહેરોના ભાવ નીચે મુજબ છે:

શહેર

ઘરેલું સિલિન્ડર (14.2 kg)

કોમર્શિયલ સિલિન્ડર (19 kg)

અમદાવાદ

₹920

₹1902

મુંબઈ

₹912.50

₹1835

દિલ્હી

₹913

₹1883

કોલકાતા

₹939

₹1875.50

ચેન્નાઈ

₹928.50

₹2043.50

પટના

₹1002.5

₹2135

લખનૌ

₹950.5

₹2005.5

કોમર્શિયલ સિલિન્ડરની અછત: હોટલ અને ઉદ્યોગો મુશ્કેલીમાં

ઝારખંડ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં કોમર્શિયલ ગેસની સપ્લાય સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવી છે અથવા તો રેશનિંગના આધારે આપવામાં આવી રહી છે. પટનામાં પણ સ્થિતિ ગંભીર છે, જ્યાં સ્ટ્રીટ ફૂડ સ્ટોલ અને નાના ઢાબા બંધ થવાના આરે છે. ગયા અઠવાડિયે જ યુદ્ધની સ્થિતિને કારણે LPG સિલિન્ડરના ભાવમાં ₹115 સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો હતો, જેની સીધી અસર હવે સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now