અમેરિકા ભારત, ચીન અને બધા યુરોપિયન દેશો દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા સામે સતત વાંધો ઉઠાવી રહ્યું છે. ટ્રમ્પે G7 દેશો અને યુરોપને રશિયા અને તેની સાથે જોડાયેલા દેશો પર કડક પ્રતિબંધો લાદવા કહ્યું. હવે, પહેલીવાર, રશિયાએ ટ્રમ્પની ધમકીઓનો સીધો જવાબ આપ્યો છે.
રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવે એક મુલાકાતમાં ટ્રમ્પની ધમકીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે અમેરિકા માત્ર ધમકીઓ આપીને ભારત અને ચીનને રશિયા પાસેથી તેલ ખરીદવાથી રોકી શકશે નહીં. તેમણે કહ્યું હતું કે બંને દેશો રાષ્ટ્રીય હિતમાં તેલ ખરીદતા રહેશે. દબાણ કે ટેરિફ જેવા પગલાં તેમના નિર્ણયને બદલી શકતા નથી.
બ્રિટનમાં ટ્રમ્પે વ્યક્ત કર્યો વિરોધ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગઈકાલે બ્રિટનની મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ફરી એકવાર રશિયન તેલ સામે વાંધો ઉઠાવ્યો. ટ્રમ્પે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાનો વિરોધ કર્યો અને ટેરિફ લગવવાનું સમર્થન કર્યું. અગાઉ, ટ્રમ્પ વારંવાર રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશોને ઊંચા ટેરિફની ધમકી આપી ચૂક્યા છે.