અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી. જૂન પછી બંને નેતાઓએ પહેલી વાર વાત કરી છે. આ વાતચીત વધતા વેપાર તણાવ વચ્ચે થઈ. ટિકટોકને અમેરિકામાં કામ કરવાનું ચાલુ રાખવા માટે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ ફોન કોલ આવ્યો, ચાઇના એક મીડિયાએ સૌપ્રથમ આ કોલનો અહેવાલ પ્રસારિત કર્યો હતો, જોકે વાતચીતની વિગતો જાહેર કરવામાં આવી ન હતી. વ્હાઇટ હાઉસે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.
વાટાઘાટા વચ્ચે વાચચીત!
વેપાર અને ટેકનોલોજી મુદ્દાઓ પર ચાલી રહેલા વાટાઘાટા વચ્ચે આ ફોન કોલ આવ્યો હતો, જેમાં વોશિંગ્ટન બેઇજિંગ પર ટેરિફ અને બજાર ઍક્સેસ અંગે દબાણ કરી રહ્યું છે, તેમજ ટિકટોકના ડેટા સુરક્ષા માટે ગેરંટીની માંગ કરી રહ્યું છે. અમેરિકાએ ધમકી આપી છે કે જો તેની ચીની પેરેન્ટ કંપની, બાઇટડાન્સ તેના યુએસ ઓપરેશન્સ વેચે નહીં તો એપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
મુલાકાત લેવા આમંત્રણ?
વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે વાતચીત વોશિંગ્ટન સમય મુજબ સવારે 8 વાગ્યે શરૂ થઈ હતી. ટ્રમ્પે જાન્યુઆરીમાં તેમનો બીજો કાર્યકાળ શરૂ કર્યા પછી આ તેમનો બીજો કોલ હતો. 5 જૂને યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે, શી જિનપિંગએ તેમને ચીનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે અને તેમણે ચીની નેતાને પણ અમેરિકાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. સમાચાર એજન્સી જણાવ્યા અનુસાર આ કોલને 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન દક્ષિણ કોરિયામાં યોજાનારી એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (APEC) સમિટ દરમિયાન સંભવિત રૂબરૂ મુલાકાતની તૈયારી તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.