ભાવનગર ખાતે ' સમુદ્ર સે સમૃદ્ધિ ' કાર્યક્રમમાં એક બાળક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્કેચ લઈને પહોંચ્યો હતો વડાપ્રધાનએ સંબોધન કરતી વેળાએ બાળકને સ્કેચ સાથે નિહાળતા વાત્સલ્યભાવસભર પ્રતિસાદ આપ્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલની દીકરીએ તૈયાર કરેલ ફોટો વડાપ્રધાનએ મંગાવતા ખુશખુશાલ થઈ હતી.
“હીરા બા કે હીરે કો હીરક જયંતી કી શુભકામનાએ”
વડાપ્રધાનએ બાળક તેમજ કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની દીકરી કુ. જૈસ્મિકા દ્વારા તૈયાર કરેલ ફોટો અંગે પ્રતિભાવ આપતા વડાપ્રધાનએ સંબોધન કરતી વખતે જ એમની પાસેથી મંગાવવા જણાવ્યું હતું. કુ. જૈસ્મિકા એ વડાપ્રધાનના બાળપણથી અત્યાર સુધીના ફોટોનું કલેક્શન તૈયાર કરીને “હીરા બા કે હીરે કો હીરક જયંતી કી શુભકામનાએ” ફોટો તૈયાર કર્યો હતો.
બંને બાળકો ભાવુકતા સાથે ખુશ થયા હતા
વડાપ્રધાનના આ પ્રતિભાવથી બંને બાળકો ભાવુકતા સાથે ખુશ થયા હતા. આ સાથે વડાપ્રધાનએ એડ્રેસ મળવાથી ચિઠ્ઠી પાઠવીને પ્રતિભાવ આપશે. તેમ પણ જણાવ્યું હતું. આમ, ભાવનગર ખાતેની વિશાળ જનસભામાં વડાપ્રધાનશ્રીના બાળકો પ્રત્યેના વાત્સલ્યભાવની પ્રતીતિ પણ ઉપસ્થિત નાગરિકોને થઈ હતી.