Home Gujarat Ahmedabad Denim Fabric Case Denim Fabric Fraud Ahmedabad Crime Branch

અમદાવાદમાં ડેનિમ કાપડના વેપારમાં કરોડોની છેતરપિંડી : વિશ્વાસઘાતના કેસમાં 6 આરોપીઓની ધરપકડ, પોલીસની મોટી કાર્યવાહી

અમદાવાદમાં ડેનિમ કાપડના વેપારમાં કરોડોની છેતરપિંડી
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 11:15 AM IST

Ahmedabad Denim Fabric Case: અમદાવાદ શહેરના ક્રાઈમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે મોટી સફળતા હાસિલ કરી છે. ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તેમણે 6 આરોપીઓને અમદાવાદમાંથી પકડી લીધાં છે.

આ ગુનામાં આરોપીઓએ પોતાની “ડી.એમ.એમ. ક્રિએશન પ્રાઇવેટ લિમિટેડ” કંપની દ્વારા તા. 05 જાન્યુઆરી 2023 થી 29 ડિસેમ્બર 2023 સુધીમાં ફરિયાદી પાસેથી ઉધારે જથ્થાબંધ ડેનિમ કાપડ ખરીદ્યું હતું. 120 દિવસમાં પેમેન્ટ ચુકવવાની ખાતરી અને ભરોસો આપીને આરોપીઓએ કુલ રૂપિયા 2,48,12,413/-ની રકમ બાકી રાખી હતી. ફરિયાદી તરફથી અવાર-નવાર માંગણી કરવા છતાં પણ આ રકમ ચુકવવામાં આવી ન હતી, જેના કારણે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો.

આરોપીઓના નામ :

દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ

ધવલભાઈ જીતેંદ્રકુમાર ગોહિલ

મંજુલાબેન દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ

કિંજલબેન ધવલભાઈ જીતેંદ્રકુમાર ગોહિલ

યામીકાબેન જયદીપ મહેશભાઈ ખત્રી

જયદીપ મહેશભાઈ ખત્રી

હાલ આ ગુનાની વધુ ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. સાટીયા, ન્યુ કલોથ માર્કેટ વિંગ, આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ચાલુ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં પોલીસની ત્વરિત અને અત્યાધુનિક તકનીકી તપાસને કારણે આરોપીઓને ઝડપથી પકડી શકાયા છે, જે વેપારી સમાજ માટે સારો સંદેશ આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now