Home Gujarat Big Fake Note Racket Busted In Gujarat 6 Arrested With Duplicate Notes Worth Rs 290 Crore From Ahmedabadsurat

એક યોગગુરુ આખરે કઈ રીતે બન્યો કરોડોની નકલી નોટોનો 'નોટગુરુ'? : જાણો ધર્મનાં નામે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા ગુરુની અસલી કહાની

એક યોગગુરુ આખરે કઈ રીતે બન્યો કરોડોની નકલી નોટોનો 'નોટગુરુ'?
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 11:45 AM IST

Ahmedabad News: અમદાવાદમાં પકડાયેલી કરોડો રૂપિયાની નકલી નોટના કેસમાં મોટો ધડાકો થયો છે. ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ અને સુરતમાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં કુલ ₹2.90 કરોડની બનાવટી ચલણી નોટો ઝડપી પાડવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી ક્યારથી આ રેકેટ ચલાવતી હતી, અત્યાર સુધીમાં કેટલી નોટો બજારમાં ફરતી કરી છે અને આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટોના એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. અમદાવાદ અને સુરતમાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં કુલ ₹2.90 કરોડની બનાવટી ચલણી નોટો ઝડપી પાડવામાં આવી છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આરોપીઓ ભારત સરકાર અને આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરીને આ કાળા કારોબારને અંજામ આપતા હતા.

સરકારી બોર્ડ વાળી ગાડીમાં હેરાફેરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી આવતી એક શંકાસ્પદ ગાડીને આંતરી હતી. આ ગાડી પર 'ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા' (Government of India) લખેલું હતું અને તે 'સત્યમ યોગ ફાઉન્ડેશન'ની હોવાનું સામે આવ્યું છે. ગાડીમાં તપાસ કરતા તેમાંથી ₹2.10 કરોડની નકલી નોટો મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે પોલીસ ચેકિંગથી બચવા માટે આરોપીઓ આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ કરી સરકારી ગાડી હોવાનો ઢોંગ કરતા હતા.

ઉધનામાં મિની બેંક, મશીન અને નોટો જપ્ત

અમદાવાદમાં મળેલી સફળતા બાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતના ઉધના વિસ્તારમાં દરોડા પાડયા હતા. અહીંથી પોલીસે નકલી નોટો છાપવાનું હાઈટેક પ્રિન્ટિંગ મશીન અને વધુ ₹80 લાખની નકલી નોટો કબજે કરી છે. આમ, કુલ મળીને ₹2.90 કરોડની નકલી નોટો પોલીસના હાથે લાગી છે.

ક્રાઈમ બ્રાન્ચે આ મામલે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી ક્યારથી આ રેકેટ ચલાવતી હતી, અત્યાર સુધીમાં કેટલી નોટો બજારમાં ફરતી કરી છે અને આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના મતે, આ રેકેટના પર્દાફાશથી અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. આ ઘટનામાં અમદાવાદથી 5 અને સુરતમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

  1. પ્રદીપ જોટાંગીયા

  1. મનોજ ઠુમ્મર

  1. ભરત કોટડિયા

  1. રમેશભાઈ બલાર

  1. અશોકભાઈ માવાણી

  1. દિવ્યેશ રાણા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now