Home Gujarat Impact Of Storm And Unseasonal Rain On Agariyas In Rann Of Kutch Mini Cyclone Hits Tharad And Deodar And Surendranagar

ઉનાળામાં ચોમાસા જેવો ઘાટ! : સરહદી પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ, રણમાં સોલાર પેનલો ઉડી જતાં અગરિયાઓ પાયમાલ

ઉનાળામાં ચોમાસા જેવો ઘાટ!
Published by: OBS Bureau
| Last Updated: Mar 19, 2026, 10:17 AM IST

Gujarat Weather Update: ગુજરાતના વાતાવરણમાં વહેલી સવારે એકાએક પલટો આવતા સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા સહિત કચ્છના નાના રણમાં ફૂંકાયેલા અતિભારે પવનને કારણે મીઠું પકવતા અગરિયાઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રણમાં સાત મહિના સુધી કાળી મજૂરી કરીને મીઠું પકવતા આ શ્રમિકોના માથે કુદરતે આફત ઉતારી હોય તેમ વહેલી સવારે આવેલા વાવાઝોડાએ તેમના આશિયાના સમાન ઝૂંપડાઓ ઉડાવી દીધા છે.

રણના અંતરિયાળ વિસ્તારોમાં મીઠું પકવવા માટે અગરિયાઓ સોલાર પેનલ પર નિર્ભર હોય છે, પરંતુ ભારે પવનને કારણે આ સોલાર પેનલો પણ કાગળની જેમ હવામાં ઉડી ગઈ હતી. જેના કારણે રણ વિસ્તારમાં અંધારપટ છવાઈ જવાનો ભય સેવાઈ રહ્યો છે. માત્ર સુરેન્દ્રનગર જ નહીં, પરંતુ સરહદી બનાસકાંઠા અને કચ્છના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ અને ધૂળની ડમરીઓ સાથે ફૂંકાયેલા પવને જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતો અને શ્રમિકોની ચિંતામાં વધારો થયો છે.

કચ્છના નાના રણમાં અગરિયાઓની સ્થિતિ દયનીય

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડી તાલુકાના રણ વિસ્તારમાં વહેલી સવારે કુદરતે પ્રકોપ વરસાવ્યો હતો. ભારે પવન અને વાવાઝોડાને કારણે મીઠું પકવતા હજારો અગરિયાઓના ઝૂંપડાઓ જમીનદોસ્ત થઈ ગયા છે. અગરિયાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા મીઠાના અગરોમાં પણ નુકસાન થયું છે. સૌથી મોટી સમસ્યા સોલાર પેનલો ઉડી જવાથી સર્જાઈ છે, જે તેમના કામકાજ અને જીવનનિર્વાહ માટે વીજળીનો મુખ્ય સ્ત્રોત છે.

કચ્છ અને બનાસકાંઠામાં વાતાવરણનો પલટો: વીજપુરવઠો ખોરવાયો

કચ્છના નખત્રાણા, લખપત, અબડાસા, ભચાઉ અને સામખિયાળી જેવા વિસ્તારોમાં ઝરમર વરસાદની સાથે તેજ ગતિએ પવન ફૂંકાયો હતો. ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી અને અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલાઓ તેમજ વૃક્ષો ધરાશાયી થવાને કારણે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. બીજી તરફ, બનાસકાંઠાના વાવ, થરાદ, દિયોદર અને ભાભર પંથકમાં પણ મોડી રાત્રે મીની વાવાઝોડા જેવો માહોલ જામ્યો હતો.

ખેતીના પાકને મોટું નુકસાન: ઠેર-ઠેર પાણી ભરાયા

દિયોદર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક જગ્યાએ દુકાનોના હોર્ડિંગ્સ ઉડીને નીચે પડ્યા હતા. ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાકને ભારે પવન અને વરસાદથી વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા પંથકમાં શોકની લાગણી છે.

હવામાન વિભાગની હજુ પણ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ને કારણે સર્જાયેલી આ સ્થિતિને પગલે તંત્ર દ્વારા સાવચેત રહેવા સૂચના અપાઈ છે. ખાસ કરીને રણ અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

વડોદરામાં જમીન કૌભાંડનો પર્દાફાશ: મૃત ભાગીદારના નામે નકલી પાવર ઓફ એટર્ની બનાવી બારોબાર વેચી કરોડોની જમીન!

વડોદરામાં જમીન કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદમાં ડેનિમ કાપડના વેપારમાં કરોડોની છેતરપિંડી: વિશ્વાસઘાતના કેસમાં 6 આરોપીઓની ધરપકડ, પોલીસની મોટી કાર્યવાહી

અમદાવાદમાં ડેનિમ કાપડના વેપારમાં કરોડોની છેતરપિંડી

"ખેતી, ખેડૂત અને ગામડું ભાજપના હૃદયમાં વસે છે": કિસાન મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ હિરેન હીરપરાની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક યોજાઈ

"ખેતી, ખેડૂત અને ગામડું ભાજપના હૃદયમાં વસે છે"

અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ANTF નો દરોડો: નશીલી કફ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ANTF નો દરોડો

'રોજ રાત પડતા જ આશ્રમમાં આવતી હતી સ્વરૂપવાન યુવતીઓ': ગ્રામજનોએ ફોડ્યો ભાંડો! જાણો કોણ છે એ યોગગુરુ જેના આશ્રમમાં છપાતી હતી કરોડો રૂપિયાની નકલી નોટો

'રોજ રાત પડતા જ આશ્રમમાં આવતી હતી સ્વરૂપવાન યુવતીઓ'

બનાસકાંઠા ઉણ ગામ બબાલ કેસ: 800થી વધુ લોકો સામે ફરિયાદ, પોલીસની મોટી કાર્યવાહી

બનાસકાંઠા ઉણ ગામ બબાલ કેસ

દાહોદમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર: ‘જય જોહાર’ના નાદ સાથે કોંગ્રેસના 60 વર્ષના શાસન પર આકરા પ્રહાર!

દાહોદમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર

World Oral Health Day: ઓરલ કેન્સર સામે અમદાવાદની GDCH બની મજબૂત ઢાલ, પ્રિવેન્ટિવ કેરથી હજારો જીવ બચાવ્યા, 33 જિલ્લાઓમાં ચલાવ્યું ‘મિશન મોડ’ અભિયાન

World Oral Health Day

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!: અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!

અમદાવાદના બે મોટા બ્રિજ આજથી બંધ: આ રસ્તા પરથી નીકળશો તો ટ્રાફિકમાં ભરાશો અને ખાવો પડશે ધક્કો, જાણો વૈકલ્પિક રૂટ

અમદાવાદના બે મોટા બ્રિજ આજથી બંધ

સુરતના આશ્રમમાં છપાઈ હતી અમદાવાદમાં ઝડપાયેલી 2 કરોડની નકલી નોટો: જાણો ગોટાળો કરનાર ગુરુજીનો પહેલી જ ડીલમાં કઈ રીતે ફૂટ્યો ભાંડો

સુરતના આશ્રમમાં છપાઈ હતી અમદાવાદમાં ઝડપાયેલી 2 કરોડની નકલી નોટો
Play Video

Mata ni Pachedi: અમદાવાદની 400 વર્ષ જૂની હસ્તકળા 'માતાની પછેડી'ને મળ્યો GI ટેગ, જાણો કેવી રીતે આ 'હરતું-ફરતું મંદિર' બન્યું વૈશ્વિક ઓળખ

Mata ni Pachedi

નારણપુરામાં 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ: પાડોશી યુવકની ધરપકડ, POCSO હેઠળ ગુનો દાખલ

નારણપુરામાં 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ

પાવાગઢમાં ભારે પવનના કારણે રોપ-વે સેવા ઠપ્પ!: ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અચાનક વાતાવરણમાં પલટો, અટવાયા હજારો માઈભક્તો

પાવાગઢમાં ભારે પવનના કારણે રોપ-વે સેવા ઠપ્પ!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો: અમરાઇવાડીમાં ₹2 કરોડની નકલી નોટો સાથે 6 શખ્સો ઝડપાયા!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો

સુરતમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ!: કપોદ્રા ભરતનગરમાં સિલિન્ડરના વિસ્ફોટમાં 2 ના મોત

સુરતમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ!
Play Video

40 કિ.મી.ની ઝડપે પવન સાથે વાવાઝોડાનું સ્વરૂપ લઈ તૂટી પડ્યો વરસાદ: જાણો ગુજરાતમાં ક્યાં ઝાડ પડ્યાં, ક્યાં દુકાનોના શેડ ધરાશાયી થયા અને ક્યાં ઉડી સોલારની પ્લેટો

40 કિ.મી.ની ઝડપે પવન સાથે વાવાઝોડાનું સ્વરૂપ લઈ તૂટી પડ્યો વરસાદ

Gujarat Weather; ગુજરાતમાં ફૂંકાયું વાવાઝોડું: આ 13 જિલ્લામાં કડાકા-ભડાકા સાથે તોફાન મચાવશે વરસાદ, ફરી સાચા પડ્યા અંબાલાલ

Gujarat Weather; ગુજરાતમાં ફૂંકાયું વાવાઝોડું

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો: રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે સંભાળ્યો મોરચો, 35ની અટકાયત

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો
Play Video