logo-img
Pm Narendra Modi Leaves For Delhi

PM નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના : અમદાવાદ એરપોર્ટથી ભાવસભર વિદાય અપાઈ

PM નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના
Published by: Offbeat Team
| Last Updated: Sep 20, 2025, 02:21 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનો એક દિવસીય પ્રવાસ પૂર્ણ કરી આજે દિલ્હી જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવસભર વિદાય આપી હતી.

અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય અપાઈ

વડાપ્રધાનને એરપોર્ટ ખાતે વિદાય આપવા કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, જીએડીના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક અને ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ વડાપ્રધાનને ભાવસભર વિદાય આપી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now