PM મોદી આજે ગુજરાત મુલાકાતે છે. જેઓ ભાવનગરમાં રોડ શો યોજી જવાહર મેદાન ખાતેથી સભાને સંબોધી. તેમણે ભાવનગર સહિત રાજ્યના અને દેશના કૂલ 1 લાખ કરોડના વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ''હું સૌથી પહેલાં કૃષ્ણ કુમારસિંહજીનું સ્મરણ કરું છું, સરદાર સાહેબના મિશન સાથે જોડાઈને ભારતની એકતા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે, ત્યારે આજે આવા જ મહાન દેશભક્તોની પ્રેરણાથી ભારતની એકતાને મજબૂત કરી રહ્યા છીએ''.
''...હિન્દીમાં બોલવું પડશે''
PM મોદીએ કહ્યું કે, 'ભાવનગરના ભાઈઓ મને માફ કરજો મારે હિન્દીમાં બોલવું પડશે, કારણ કે, સમગ્ર દેશના લોકો જોડાયેલા છે, એટલે આપની ક્ષમા માંગીને હિન્દીમાં ભાષણ કરવું પડશે'.
''100 દુખની એક જ દવા આત્મનિર્ભર ભારત''
તેમણે કહ્યું કે, ''દેશની ભાવિ પેઢીના ભવિષ્યને દાવ પર ન લગાવી શકીએ. ગુજરાતીમાં કહે 100 દુખની એક દવા, 100 દુખની એક જ દવા આત્મનિર્ભર ભારત. જેના માટે પડકારો સામે ટકરાવું પડશે, બીજા દેશો પર નિર્ભરતા સતત ઘટાડવી પડશે. ભારતને આત્મનિર્ભર બનીને દુનિયા સામે મજબૂતીથી ઉભું થવું પડશે''.