Home Gujarat Gujarat Ats Drugs Factory Busted Uttar Pradesh Ambedkar Nagar Mephedrone Lab

ગુજરાત ATS નું મેગા ઓપરેશન : UP માં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, બે મુખ્ય સૂત્રધારોને રંગેહાથ દબોચ્યા

ગુજરાત ATS નું મેગા ઓપરેશન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 11:28 AM IST

ભારત સરકાર અને ગુજરાત સરકારની ડ્રગ્સ સામેની 'ઝીરો ટોલરન્સ' નીતિ અંતર્ગત ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક ઓપરેશનમાં ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં અંદાજે 6 કિલો તૈયાર મેફેડ્રોન અને મોટી માત્રામાં કેમિકલ જથ્થો જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદથી શરૂ થયેલી તપાસ છેક યુપી પહોંચી

આ સમગ્ર મામલાની શરૂઆત ગત 1 માર્ચ 2026ના રોજ થઈ હતી, જ્યારે ગુજરાત ATS એ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી શફાતઅહેમદ નામના શખ્સને 4.6 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. આ ગુનાની ઊંડી તપાસ દરમિયાન સોહીલ ઉર્ફે ભુરા અને ફરહાન નામના અન્ય બે સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં ખુલાસો થયો કે સોહીલને આ ડ્રગ્સનો જથ્થો પંકજ અને કપિલ નામના શખ્સો પાસેથી મળ્યો હતો.

12 દિવસના ગુપ્ત નિરીક્ષણ બાદ સફળ રેઇડ

DYSP એસ.એલ.ચૌધરીની આગેવાનીમાં એક એડવાન્સ ટીમે ઉત્તર પ્રદેશના આંબેડકરનગરના અંતરિયાળ વિસ્તારમાં સતત 12 દિવસ સુધી વોચ ગોઠવી હતી. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ખાતરી કરવામાં આવી કે રામનગર કરૈ ગામની સીમામાં આવેલા એક મરઘા ફાર્મના પતરાના શેડમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે.

ઝડપાયેલો મુદ્દામાલ અને આરોપીઓ

સ્થાનિક પોલીસની મદદથી કરવામાં આવેલી આ રેઇડમાં ATS એ 06 કિલો તૈયાર મેફેડ્રોન ડ્રગ્સ, 50 કિલો લિક્વિડ મેફેડ્રોન, 88 કિલો 2-બ્રોમો-4-મેથાઇલ પ્રોપિઓફેનોન (જે તાજેતરમાં જ નિયંત્રિત પદાર્થ જાહેર કરાયો છે) અને 200 કિલો અન્ય રો-મટિરિયલ અને કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. યલ અને કેમિકલ.

આ સાથે જ ફેક્ટરી ચલાવતા કપિલદેવ ચેદીલાલ શર્મા (ઉં.વ. 31) અને રામશંકર ઉર્ફે પંકજ પરશુરામ (ઉં.વ. 30) ની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS ની આ સફળતાએ ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે 'ટોપ-ડાઉન' એપ્રોચનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now