Home Gujarat After Assembly Now There Is Threat To Blow Up Schools In Ahmedabad Last Day Of Board Exams

વિધાનસભા બાદ હવે અમદાવાદની જાણીતી શાળાઓને ઉડાવી દેવાની ધમકી : બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે મચ્યો હડકંપ, વાલીઓમાં ફફડાટ

વિધાનસભા બાદ હવે અમદાવાદની જાણીતી શાળાઓને ઉડાવી દેવાની ધમકી
Published by: OBS Bureau
| Last Updated: Mar 18, 2026, 05:40 AM IST

Bomb Threat: ગુજરાતમાં આજે 18 માર્ચના રોજ સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતી બે મોટી ઘટનાઓ સામે આવી છે. સવારે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદની અનેક પ્રતિષ્ઠિત શાળાઓને પણ ધમકીભર્યો ઈ-મેલ મળતા સમગ્ર પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. ખાસ કરીને આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો છેલ્લો દિવસ છે, ત્યારે જ શાળાઓને નિશાન બનાવીને મોકલવામાં આવેલા આ મેઈલને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ અજ્ઞાત તત્વો દ્વારા મોકલવામાં આવી રહેલા આ ઈ-મેલને કારણે સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર છે. ગાંધીનગરમાં વિધાનસભા સંકુલને ખાલી કરાવીને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ અમદાવાદની શાળાઓમાં બોમ્બ હોવાના સમાચાર મળતા પોલીસ કમિશનર સહિતનો કાફલો તપાસમાં જોતરાયો છે. સાયબર ક્રાઈમની ટીમ હાલ આ મેઈલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તેની ટેકનિકલ તપાસ કરી રહી છે.

અમદાવાદની આ શાળાઓને મળી ધમકી

અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અનેક જાણીતી શાળાઓને નિશાન બનાવવામાં આવી છે. જેમાં મેમનગરની મહારાજા અગ્રેસન સ્કૂલ, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ અને શાંતિ એશિયાટિક સ્કૂલનો સમાવેશ થાય છે. આજે બોર્ડની પરીક્ષાનો છેલ્લો દિવસ હોવાથી શાળાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતા, ત્યારે જ આ સમાચાર આવતા અફરાતફરી મચી હતી. પોલીસે તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ સાથે શાળાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

બોર્ડની પરીક્ષાર્થીઓમાં ચિંતાનો માહોલ

રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને આજે તેનો અંતિમ દિવસ છે. વિદ્યાર્થીઓ જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે શાળાઓને મળેલી આ ધમકીએ વાલીઓના જીવ અધ્ધર કરી દીધા છે. જોકે, શિક્ષણ વિભાગ અને પોલીસે વાલીઓને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે. શાળાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દરેક મુલાકાતી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

વિધાનસભામાં 1 કલાક મોડી શરૂ થઈ કામગીરી

બીજી તરફ આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ વિધાનસભાના સત્તાવાર ઈ-મેલ પર ધમકી મળતા પ્રોટોકોલ મુજબ તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને તાત્કાલિક પરિસરની બહાર કાઢવામાં આવ્યા હતા. એસપી રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, ત્રણ બીડીડીએસ ટીમોએ સમગ્ર સંકુલને ફંદી માર્યું હતું. તપાસમાં કાંઈ ન મળતા અંતે 9 વાગ્યાને બદલે 10 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, 25 માર્ચના રોજ રાજ્ય સરકાર ગૃહમાં ઐતિહાસિક UCC વિધેયક રજૂ કરવાની છે, તે પહેલા મળેલી આ ધમકીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતમાં માવઠાની આફત: આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી, 11 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ 7 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ'

ગુજરાતમાં માવઠાની આફત

Local Body Election; સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ: કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા ગુજરાત આવી રહ્યાં છે રાહુલ ગાંધી, જાણો વિગતવાર કાર્યક્રમ

Local Body Election; સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ

ડ્રગ્સ માફિયાઓ પર ત્રાટકી ગુજરાત ATS: ઉત્તર પ્રદેશમાં રેડ પાડી કરોડોનું મેફેડ્રોન ઝડપ્યું, બે આરોપી ધરપકડ

ડ્રગ્સ માફિયાઓ પર ત્રાટકી ગુજરાત ATS

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી: ધારાસભ્યો અને મંત્રીઓને તાત્કાલિક બહાર કઢાયા, કલાકોના ચેકિંગ બાદ ફરી શરૂ થઈ કામગીરી

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી
Play Video

મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ: યુદ્ધની ભયંકર અસર

મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ

ગુજરાતમાં ઐતિહાસિક બદલાવની તૈયારી: કમિટીએ UCCનો ફાઈનલ રિપોર્ટ CMને સોંપ્યો. જાણો ક્યારે થશે ગૃહમાં રજૂ

ગુજરાતમાં ઐતિહાસિક બદલાવની તૈયારી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!: 'સેવા અને સુશાસન'ના મંત્ર સાથે ભાજપા સજ્જ, 'કમલમ' ખાતે આવતીકાલે મહત્વની બેઠક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!: 25 તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો મહાસંમેલન અને આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ: બટાકા પકવતા ખેડૂતોની વહારે આવવા કિસાન સંઘની કૃષિ મંત્રીને રજૂઆત

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત: ખંભાળિયા-ભાણવડ હાઈવે પર બે વાહનો વચ્ચે ટક્કર બાદ ભયાનક આગ, એક જીવતો ભુંજાયો

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત
Play Video

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ: પતિએ પત્નીની ચપ્પુના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત: કાપોદ્રામાં વહેલી સવારે દૂધની થેલીઓની ચોરી કરતી ગેંગ સક્રિય

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો: લાખોની કિંમતના ૨૩૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય: ગાંધીનગરની 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી; પેનલમાં હશે સિનિયર ડોક્ટરોની ટીમ

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ: MMI અને વર્લ્ડ-ક્લાસ પ્લાઝા વિકાસ ચાલુ, જાણો શું છે તૈયારી

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી: હાઈકોર્ટની ભલામણ બાદ 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!: હવે આંખનાં પલકારામાં પહોંચી જશો આ જિલ્લાઓના ટુરિસ્ટ સ્પોટ પર

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં શોકનો માહોલ

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું