Home Gujarat Gseb Ssc Result 2026 Best Of Two Improvement Exam Gujarati

GSEB 10th Result 2026: જાણો ક્યારે ભરાશે ફોર્મ? : ગુજરાત બોર્ડ ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરી મળશે તક

GSEB SSC Result 2026
Published by: Viral Patel
Last Updated: May 06, 2026, 01:29 PM IST

GSEB 10th Result 2026: ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર પોતાનું પરિણામ જોઈ શકે છે. આ વર્ષે ગુજરાત બોર્ડ ધોરણ 10માં 83.86 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જોકે, જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમણે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે જૂન મહિનામાં આ વિદ્યાર્થીઓને ફરી એક તક આપવામાં આવશે.

આજે 6 મેના રોજ ગુજરાત બોર્ડ SSC ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ સવારે 8 વાગ્યે સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવ્યું હતું. પરિણામ આવ્યા બાદ જે વિદ્યાર્થીઓ અસફળ રહ્યા છે તેઓ મુંઝવણમાં છે, પરંતુ તેમને જણાવી દઈએ કે બોર્ડ દ્વારા તેમને વધુ એક મોકો આપવામાં આવશે. પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ઇમ્પ્રૂવમેન્ટ (પૂરક) પરીક્ષા આપી શકે છે અને તેના દ્વારા ફરીથી પાસ થવાની તક મેળવી શકે છે.

રાજકોટ SOGનું નશા વિરોધી મોટું ઓપરેશન : 2.193 કિલો ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા, રિક્ષા સહિત લાખોનો મુદ્દામાલ કબજે

નાપાસ થયેલા વિદ્યાર્થીઓને મળશે બીજી તક (GSEB 10th Supplementary Exam)

ગુજરાત બોર્ડ SSC ધોરણ 10નું પરિણામ આવ્યા બાદ જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં નાપાસ થયા છે અથવા પરિણામથી સંતુષ્ટ નથી, તેઓ પૂરક પરીક્ષા આપી શકશે.

  • ફોર્મ પ્રક્રિયા: GSEB SSC પૂરક પરીક્ષા માટેના ફોર્મ ટૂંક સમયમાં ભરાવવાનું શરૂ થશે.

  • તારીખ: સત્તાવાર વેબસાઇટ gseb.org પર આ અંગેની ચોક્કસ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

  • ફી: પૂરક પરીક્ષા માટે એક વિષય અને એકથી વધુ વિષયો માટે અલગ-અલગ ફી ચૂકવવાની રહેશે.

  • પરીક્ષાનું આયોજન: તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

'તું મારી નહીં તો કોઈની નહીં', માત્ર એક શંકાએ લીધો યુવતીનો જીવ : પ્રેમીને શંકા હતી કે યુવતી છોડી દેશે એટલે યુવતીને દુનિયા છોડાવી દીધી

ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ કેવી રીતે જોવું?

1. સૌ પ્રથમ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર વિઝિટ કરો.

2. હોમપેજ પર દેખાતી 'SSC Result 2026' લિંક પર ક્લિક કરો.

3. નવું પેજ ખુલ્યા બાદ તમારો 6 કે 7 અંકનો સીટ નંબર (Seat Number) દાખલ કરો.

4. ત્યારબાદ કેપ્ચા કોડ નાખીને સબમિટ બટન પર ક્લિક કરો.

5. તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

6. પરિણામ જોયા પછી તમારી માર્કશીટ ડાઉનલોડ કરી લો અને ભવિષ્ય માટે તેની પ્રિન્ટ આઉટ સાચવી રાખો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now