Home Gujarat Ats Gujarat Mephedrone Seizure Uttar Pradesh Arrest Press Conference

ડ્રગ્સ માફિયાઓ પર ત્રાટકી ગુજરાત ATS : ઉત્તર પ્રદેશમાં રેડ પાડી કરોડોનું મેફેડ્રોન ઝડપ્યું, બે આરોપી ધરપકડ

ડ્રગ્સ માફિયાઓ પર ત્રાટકી ગુજરાત ATS
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 05:53 AM IST

ગુજરાત ATS દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાંથી 6 કિલો મેફેડ્રોન (ડ્રગ્સ) કાચા માલ સાથે જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જે ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલે ગુજરાત ATS દ્વારા વધુ વિગતો જાહેર કરવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સ આજે, 18 માર્ચ 2026ના રોજ બપોરે 13:00 કલાકે ATS ગુજરાત કચેરી, અમદાવાદ ખાતે યોજાશે.

મળતી માહિતી અનુસાર, ATS ટીમે ગુપ્ત માહિતીના આધારે ઉત્તર પ્રદેશમાં રેડ કરીને આ મોટી સફળતા મેળવી છે. મેફેડ્રોન જેવું નશીલું પદાર્થ મોટા પ્રમાણમાં જપ્ત થવું કાયદા અમલ એજન્સીઓ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ ચાલુ છે અને આ રેકેટના અન્ય સભ્યો વિશે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ATS દ્વારા રાજ્યમાં અને બહાર ફેલાયેલા નશીલા પદાર્થોના જાળને તોડવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ATS અધિકારીઓ દ્વારા કેસ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી, કાર્યવાહીનું વિવરણ અને આગળની તપાસ અંગે વિગતો જાહેર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now