PM મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે તેમણે ભાવનગરમાં રોડ શો યોજી સભા સંબોધી હતી, ત્યારબાદ ગુજરાતના મહત્વકાંક્ષી અને વ્યૂહાત્મક ધોલેરા સર વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
15 થી 20 મિનિટ સુધી સમગ્ર ધોલેરા સરનું હવાઈ નિરક્ષણ કર્યું
તેમણે હેલિકોપ્ટર મારફતે આશરે 15 થી 20 મિનિટ સુધી સમગ્ર ધોલેરા સર વિસ્તારમાં હવાઈ દૃશ્યાવલોકન કર્યું હતું અને વિવિધ પ્રોજેક્ટોની આકાશી ઝાંખી મેળવી હતી. વડાપ્રધાને ધોલેરા સરમાં વિકસાવવામાં આવી રહેલા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડસ્ટ્રીયલ અને ગ્રીન ટેક્નોલોજી સંબંધિત પ્રોજેક્ટોની પ્રગતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
વિવિધ વિકાસ કામો અંગે વિગતો મેળવી હતી
સમગ્ર નિરીક્ષણ દરમિયાન વડાપ્રધાનને વિવિધ વિકાસ કામો અંગે વિગતો આપવામાં આવી હતી અને દરેક પગથિયે યોજાયેલ આયોજન વિશે અધિકારીઓએ માહિતગાર કર્યા હતા. ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ભારતના સૌથી મહત્વકાંક્ષી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સમાંનું એક છે, જ્યાં ભવિષ્યના ટેક્નોલોજી આધારિત ઉદ્યોગો, તળ સ્પષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક-ડ્રિવન ઇકોસિસ્ટમ ઊભું કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના આ નિરીક્ષણથી પ્રદેશના વિકાસને વધુ વેગ મળશે એવી અપેક્ષા છે.