અમદાવદમાં નવરાત્રી તથા દિવાળીના તહેવાર શાંતિ પૂર્ણ રીતે ઉજવાય અને ગેરકેદેશર પ્રવૃતિ અટકાવવા માટે પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-1 ની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ જુદા જુદા પોલીસ સ્ટેશનો દ્વારાઅ સ્પેશિયલ કોમ્બિંગ નાઈટનું યોજન કરવામાં હતું.શહેરમાં નવરાત્રી તથા દિવાળીના શાંતિ પુર્ણ રીતે ઉજવાય અને ગેરકાયદેશર પ્રવૃત્તી કરતા ઇસમોને કાયદાનો ડર રહે અને સમાજમાં શાંતિનું વાતાવરણ જળવાય તે આશયથી કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થીતીને ધ્યાને લઇ ઝોન 7 હેઠળના પોલીસ સ્ટેશનો ખાતે દાખલ થયેલ જુદા જુદા હેડ હેઠળના ગુનાઓના પકડવાના બાકી આરોપીઓને ડિટેઇન કરવાની તથા વાહન ચેકીંગની કામગીરીનું સ્પેશીયલ કોમ્બીંગ નાઇટનું આયોજન કરાયું હતું.
આ કામગીરી માટે દરેક પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા થયેલ જુદા જુદા ગુનાઓમાં પકડવાના બાકી આરોપીઓને પકડવા માટે ગુનાના કેશ કાગળોનો અભ્યાસ કર્યો હતો. જેને આધારે આ આરોપીઓને પકડવા તથા વાહન ચેકીંગની કામગીરી માટે 8 પોલીસ સ્ટેશન અને 225 જેટલા પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરીને જુદી જુદી - 29 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં નાકાબંધી પોઇન્ટ રાખી સઘન વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન એમ. વી. એક્ટ 185 તથા અન્ય ગુના હેઠળ 10 આરોપીઓને 'ઓપરેશન ક્લીન સ્વીપ' હેઠળ કાયદાના બંધનમાં લેવામાં આવ્યા છે.