વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. ભાવનગરમાં રોડ શો યોજી જવાહર મેદાનમાં જાહેરસભાને સંબોધન કરશે. રોડ શોના રૂટ પર અલગ-અલગ થીમથી ડેકોરેશન કરાયું છે
રોડ શોમાં મોદી મોદી નારા ગુંજ્યાં
PM મોદી ભાવનગરના મહિલા કોલેજ સર્કલથી રૂપાણી સર્કલ સુધી રોડ શો યોજી રહ્યાં છે. આ રૂટને તિરંગાના રંગોમાં રંગવામાં આવ્યો છે. રસ્તાઓને અદભૂત શણગારથી સજાવવામાં આવ્યા છે. રોડ શો મા લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. સાથો સાથ મોદી મોદી નારા ગુંજી રહ્યાં છે. સાથો સાથ રસ્તા પર સ્વચ્છ ભારત, ઓપરેશન સિંદૂર સહિતની થીમો ખાસ રાખવામાં આવી છે.
લોકોમાં ભારે ઉત્સાહ
PM મોદી ભાવનગરથી ગુજરાતને ₹26 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. પ્રજા વડાપ્રધાનને આવકારવા માટે ખૂબ ઉત્સાહિત છે, જે ઉત્સાહ રોડ શોમાં જોવા મળી રહ્યો છે.
PM મોદીનું એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. PM મોદીનું એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. આ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, જિલ્લાના પ્રભારી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર ભરત બારડ, ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલબેન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.