ડાયરા કલાકાર તરીકે જાણીતા દેવાયત ખવડને અંતે જામીન મળ્યા છે. વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે દેવાયત ખવડ અને તેમના સાથી અન્ય 6 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. આ જામીન કોર્ટ દ્વારા કેટલીક આકરી શરતો સાથે આપવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશબંધી
કોર્ટના આદેશ મુજબ, દેવાયત ખવડને રૂ. 1 લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે, જ્યારે અન્ય છ આરોપીઓને દરેકને રૂ. 25,000ના બોન્ડ પર જામીન મળ્યા છે. જામીનની મુખ્ય શરતો મુજબ, દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની હદમાં પ્રવેશ કરવો પાબંદી કરવામાં આવી છે.
પંદર દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે
તમામ આરોપીઓને દર પંદર દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવું ફરજિયાત રહેશે. ગઈકાલે તાલાલા કોર્ટ દ્વારા પણ જામીન મંજૂર થયા હતા, ત્યારબાદ તમામ આરોપીઓને જૂનાગઢ જેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અંતે આજે ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ દ્વારા અંતિમ રીતે જામીન મંજૂર થતા તમામ આરોપીઓ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.