હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રીને લઈ વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 72 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગો હવામાનમાં પલટો આવી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
અંબાલાલ પટેલે નવરાત્રીની શરૂઆતમાં અમુક અમુક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 29 અને 30 સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારે અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે બંગાળની સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવી રહ્યું એમ લાગી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં, સુરતના ભાગોમાં આફતનો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલું જ નહીં ગુજરાતના કેટલાક ભાગોમાં 29 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
