Dudhdhara Dairy Election : દૂધધારા ડેરીની ચૂંટણી આવતીકાલે એટલે કે, 19 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. જો કે, બને તરફ ભાજપના પક્ષના લોકો ઉમેદવારી નોંધવતા આતરિક વિખવાદનો મુદ્દો પણ ગરમાયો છે. જો કે, આ બધાની વચ્ચે ભાજપે તેમના મેન્ડેટ આપેલા વિરૂદ્ધ ફોર્મ ભરનારા લોકોને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કર્યો છે, છતાં આંતરિખ વિખવાદ અને મેન્ડેટ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ સમગ્ર મામલે મન ખોલીને સાંસદ મનસુખ વસાવા બોલી રહ્યાં છે.
''...અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા જ નથી''
તેમણે કહ્યું કે, ''હું શરૂઆતથી કહેતો આવ્યો છું કે, જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેમાં તમામ પ્રક્રિયામાં અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા જ નથી. પાર્ટીની પરંપરા છે કે, જિલ્લા સંકલનામાં ઉમેદવારો નક્કી થવા જોઈએ. પરંતુ પાર્ટીના મેન્ડેટ આવ્યા પછી જ અમને ખબર પડી પરંતુ આવા પ્રકારની ચૂંટણીમાં ઉમેદવારો પહેલાથી જ નક્કી કરીને જ બેઠા હોય છે, અમે ભલે ગમે તે કરીએ પરંતુ મતવાળા પણ નક્કી કરીને જ બેઠા હોય છે કે, મત કોને આપવાનો હોય. હું કઉં તો પણ તે ન આપે કારણ કે, એ પહેલાથી ગોઠવાઈ ગયેલું હોય છે''.
''આખી મંડળના લોકોનો મત હોવો જોઈએ''
મનસુખ વસાવાએ કહ્યું કે, ''હું તો કઉં કે ફક્ત મંડળીના પ્રતિનિધિનો નહીં પરંતુ આખી મંડળના લોકોનો મત હોવો જોઈએ. બાકી શું આમાં સેટિગ થઈ જાય, એક માણસ તો ફરતા કેટલીવાર લાગે. ત્યારે પછી એવા લોકો ચૂંટાયે એટલે શું થાય એ તમે બધા સમજો છો? એટલે મારે વધારે નહીં કહેવું પણ તમે જે લખો તે બિલકુલ સાચુ લખો છો''.
''લોકો ડેરીને ટીપુ દૂધ નહીં આપતા એ લોકો પણ...''
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ''અમુક લોકો એવા પણ છે કે, જે લોકો ડેરીને ટીપુ દૂધ નહીં આપતા એ લોકો પણ ડેરીમાં પ્રતિનિધિ બનીને જવાના છે''. વધુમાં કહ્યું કે, ''કેટલીક તો મંડળીઓ દૂધ પણ નહી આપતી છતાં પણ રેકર્ડમાં બોલતી હોય છે કે, આટલુ દૂધ આપે છે. ખરેખર દૂધ આપતા હોય તેવા લોકો મંડળીમાં હોવા જોઈએ''.