Home Gujarat Kinjal Daves Ban On Singing Char Char Bangadi Wali Gadi Song Lifted

'ચાર ચાર બંગડી વાળી ગાડી' : ગીત જાહેર મંચ પરથી નહીં ગાવી શકે કિંજલ દવે, કોર્ટ સ્ટે યથાવત રાખ્યો

'ચાર ચાર બંગડી વાળી ગાડી'
Published by: OBS Bureau
Last Updated: Sep 18, 2025, 01:59 PM IST

'ચાર ચાર બંગડી વાળી ગાડી' ગુજરાતી ગીત મામલે કોપીરાઇટ વિવાદમાં કિંજલ દવેને આ ગીત ગાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે પ્રતિબંધ હટાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગીતના કોપીરાઇટનો આખો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. હાઇકોર્ટે કિંજલ દવેના આ ગીતને જાહેર મંચ પરથી ગાવા મુદ્દે સ્ટે યથાવત રાખ્યો હતો.

હાઇકોર્ટે પોતાના ઓર્ડર પર સ્ટે આપ્યો

હાઈકોર્ટ સમક્ષ 8 અઠવાડિયા સુધીના સ્ટે લંબાવવાની માગ કરવામાં આવી હતી. જેથી હાઇકોર્ટે પોતાના ઓર્ડર પર સ્ટે આપ્યો છે. જે 4 નવેમ્બર સુધી યથાવત્ રહેશે. આ કેસની વધુ સુનાવણી ડિસેમ્બર મહિનામાં યોજાઈ શકે છે. ત્યારે આગામી નવરાત્રિમાં કિંજલ દવેને કોર્ટમાંથી રાહત ના મળે ત્યાં સુધી તો આ ગીત ગાવાની શકયતાઓ નહીંવત જ રહેશે.

રેડ રીબન એન્ટરટેનમેન્ટ દ્વારા દાવો કારયો હતો

આ કેસની વિગતે વાત કરીએ તો વર્ષ 2019માં રેડ રીબન એન્ટરટેનમેન્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોર્ટમાં કિંજલ દવે, RDC મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે સિવિલ કોર્ટમાં એક દાવા અરજી કરવામા આવી હતી. જેમાં કોપીરાઇટ એક્ટ 1957 ની કલમ 55 મુજબ દાવો કરવામાં આવ્યો હતો હતો. કાર્તિક પટેલ મ્યુઝિક કમ્પોઝર અને ગુજરાતી વીડિયો બનાવનાર વ્યક્તિ છે, જેણે દાવો કર્યો હતો કે, ''ચાર ચાર બંગડી વાળી ગાડી ગીત તેણે બનાવ્યું હતું. બાદમાં કિંજલ દવેએ આ ગીત યુ ટ્યુબ ઉપર રિલીઝ કર્યું હતું. કિંજલ દવે આ ગીતની કોપી કરી''.

જાણો સમગ્ર કેસ

અરજદાર રેડ રિબને આ કેસમાં કિંજલ દવે સહિત મીડિયા કંપનીઓને આ ગીત સંબંધી તમામ પ્રવૃત્તિઓ અટકાવવા માંગ કરી હતી. આ ગીત ઉપરથી કમાણી કરવા મુદ્દે 18 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માંગ કરી હતી. કિંજલ દવે દ્વારા સ્ટેજ પરફોર્મન્સમાં આ ગીત ગાઈ હોવાથી અરજદારે નુકસાન થયું હોવાથી ભરપાઈ કરવાની પણ માંગ કરી હતી. અરજદાર કેસ સાબિત કરવામાં કોર્ટમાં નિષ્ફળ ગયા હતા. જેથી સિટી સિવિલ કોર્ટે 30 જાન્યુઆરી 2024 ના રોજ ગીતના કોપીરાઇટ મામલે કિંજલ દવે તરફે ચુકાદો આપ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now