Home Gujarat 65 Year Old Farmer Brutally Crime In Gir Gadhada

ગીર ગઢડામાં 65 વર્ષીય ખેડૂતની કરપીણ હત્યા : હાથ-પગ પણ ભાંગી..., કંપારી છૂટે તેવી ઘટના, પોલીસે તપાસ હાથ ધરી

ગીર ગઢડામાં 65 વર્ષીય ખેડૂતની કરપીણ હત્યા
Published by: OBS Bureau
Last Updated: Sep 19, 2025, 03:49 AM IST

ગીરસોમનાથમાં ખેડુતની હત્યા થતા ચકચારી મચી ગઈ હતી. ગીર ગઢડાના નીતલી ગામમાં 65 વર્ષીય ખેડૂતની કરપીણ હત્યા કરતા મોટી સંખ્યામાં લોકો એક્ત્ર થઈ ગયા હતા.

હુમલાખોરોએ ખેડુતની હત્યા સવારે કરી હતી. હત્યારાઓએ મોઢા પર હથિયારના ઘા મારી હત્યા કરી હતી. ત્યારબાદ હત્યારાઓએ ખેડૂતના હાથ-પગ પણ ભાંગી નાંખ્યા હતા. વહેલી સવારે પુત્રએ વાડીમાં લોહી લુહાણ હાલતમાં પિતાનો મૃતદેહ જોતા ચોંકી ગયો હતો. સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચ્ચી હતી.

શા માટે હત્યા કરવામાં આવી? તે અંગે પોલીસ તપાસ હાથ ધરી છે. DySP વી.એમ. ચૌધરી સાથે LCB અને ડી-સ્ટાફ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now