logo-img
Amc Dumper Drove Over Him As If He Were Going To Go Bankrupt

દવા લેવા જતો હતો,યમરાજ બની માથે ચડયું AMCનું ડમ્પર : પોલીસે ડમ્પરચાલકની કરી ધરપકડ

દવા લેવા જતો હતો,યમરાજ બની માથે ચડયું AMCનું ડમ્પર
Published by: Offbeat Team
| Last Updated: Sep 19, 2025, 07:29 AM IST

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનામાં વધારો થતા જોવા મળી રહ્યો છે. ત્યારે AMCનો સફાઈના એક ડમ્પર એક વ્યકિતને આડફેટે લેતા ઘટના સ્થળે મોત થયું હતું. યુવકનું ઘટના સ્થળે મોત થતા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.

આ ઘટના દાણીલીમડા વિસ્તારમાં કલંદરી મસ્જિદ પાસે રહેતો અમન શેખ નામનો યુવક શાહઆલમ ખાતે ડાયાબિટીસની દવા લેવા માટે મોપેડ લઈને નીકળ્યો હતો. દાણીલીમડા પોલીસ લાઈન પાસે પહોંચ્યો, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સફાઈનું એક ડમ્પર ત્યાંથી પસાર થતું હતું અને તેની ટક્કર વાગતા તે નીચે પડકાયો હતો. યુવક ડમ્પરના ટાયર નીચે આવી જતા તેનું માથું અને શરીરનો ભાગ છુંદાઈ જતા ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. ડમ્પરચાલક પોતાનું ડમ્પર મૂકી અને સામે પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હતો.

ઘટના સ્થળે યુવકનું મોત થતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. આ મામલે યુવકના ફોન પરથી તેના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમગ્ર મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપી ડમ્પરચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now