અમદાવાદના નારોલ વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ફાયરિંગની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનું માહોલ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતો એક વીડિયો આ ઘટનાને વધુ ચર્ચાસ્પદ બનાવી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ફાયરિંગ કરતી નજરે પડે છે અને તે વ્યક્તિનું નામ ગોપાલ ભરવાડ હોવાનું કહેવાઈ રહ્યું છે.
સ્થાનિક લોકોનો ગંભીર આરોપ
વીડિયો વાયરલ થતા નારોલ પોલીસની કામગીરી પર પણ સવાલો ઊઠવા લાગ્યા છે. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે આવા ગુનેગારોને કાયદાનો ડર નથી અને તેઓ પોલીસ સાથે સાંઠગાંઠ રાખી સુરક્ષિત રહે છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, ગોપાલ ભરવાડનો પોલીસના કેટલાક કર્મચારીઓ સાથે સંબંધ હોવાને કારણે તે પકડથી બચી જાય છે.
પોલીસની કામગીરી ઉઠ્યા સવાલ?
આ ઘટના બાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. શું આવા ગુનેગારોને પોલીસનું નથી ડર? શું કાયદો બધાને સમાન રીતે લાગુ પડે છે? પોલીસ ક્યારે કરશે કાર્યવાહી?