logo-img
Ahmedabad News Digital Arrested Chinese Cyber Gang

ચાઈનીઝ સાયબર ગેંગનો પર્દાફાશ : બે સભ્યો સકંજામાં, ડિજિટલ અરેસ્ટ કરીને કુલ 86,22,000 રૂપિયા પડાવ્યા હતા

ચાઈનીઝ સાયબર ગેંગનો પર્દાફાશ
Published by: Offbeat Team
| Last Updated: Sep 18, 2025, 10:04 AM IST

અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ડીજીટલ એરેસ્ટ કરી નાગરિકો સાથે છેતરપિંડી કરતી ચાઈનીઝ સાયબર ગેંગના બે સભ્યોની અટકાયત કરવામાં આવી છે. બંને આરોપીઓ લોકોને ફોન કરીને મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાનું કહીને સુપ્રીમ કોર્ટનું નકલી સમન્સ મોકલતા અને લોકોને 24 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવતા હતા.

ચાઈનીઝ સાયબર ગેંગના બે આરોપીઓએ 4 જૂન 2025 થી 27 જૂન 2025 સુધીમાં લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને કુલ 86,22,000 રૂપિયા પડાવ્યા હતા. ફરિયાદ મળતા છેતરપિંડી કરેલ છેતરપિંડી કરનાર અજાણ્યા ઇસમો વિરૂધ્ધમાં કાયદેસરની તપાસ થવા ફરીયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ગુ.ર.નં. 1119106250087/25 ધી ભારતીય ન્યાય સંહિતાની કલમ- 61(2), 204,308(2), 316(2), 318(4), 336(3), 338, 340(2) તથા ધી આઇ.ટી. એકટ કલમ-66(સી), 66(ડી) મુજબનો ગુનો દાખલ કર્યો છે.

આ બાબતે મદદનીશ પોલીસ કમિશ્નર એચ.એસ.માકડીયા તથા પોલીસ ઇન્સ્પેકટર સી.ટી.દેસાઈ અને તેમની ટીમ દ્વારા ટેકનીકલ એનાલિસીસ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ અટકાયત કરી છે. બંને આરોપી ઋષીકેશ ઉર્ફે ઋષભ સ/ઓફ ભાલચંદ જયકર અને સુરેશ સ/ઓ રાજુભાઇ જુમ્બાભાઇ છે.

આરોપીઓની તપાસ કરતા આરોપીઓ પન્ના ડિસ્ટ્રીકટ જેલ ખાતે હોવાનુ જણાઇ આવતા આરોપીઓનો કબ્જો મેળવી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બંને આરોપીઓ દ્વારા 3 કંપનીઓ ખોલવામાં આવેલી હતી. 1. STAR MULTI SOLUTION, 2. HASURKAR VENTURES PRIVATE LIMITED અને 3. HEIQIAN MULTI MANAGEMENT PRIVATE LIMITED.

આરોપીઓ વરુધ્ધ દાખલ થયેલ અન્ય ગુનાઓ લગવામાં આવેલા છે જેમાં કોતવાલી મધ્યપ્રદેશના પન્ના પોલીસ સ્ટેશનમાં F.I.R.No-130/2025 ભારતીય ન્યાય સંહિતાની કલમ- 318,351(2) અને મહારાષ્ટ્રના કાલા ચોકી પોલીસ સ્ટેશન F.I.R.No-143/2025 ભારતીય ન્યાય સંહિતાની કલમ-318(4) તથા આઈ ટી એકટ 66(C),66(D) હેઠળ ગુના નોંધાયેલા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now