અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના પાટણથી સામે આવી છે. પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરામાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેના ક્લાસનો જ એક વિદ્યાર્થી વાત કરવા બાબતે ચાર માસથી પરેશાન કરતો હતો અને મંગળવારે બે વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને પકડીને તેના હાથમાં બ્લેડથી ચેકા મારી લાઈટરથી ડામ આપ્યા હોવાની ફરિયાદ દાખલ કરાઈ છે.
વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
આ સમગ્ર ઘટનાથી ડરીને વિદ્યાર્થીએ ઘરે જઈને લાઈઝોલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ ઉલટીઓ વધુ થતાં તેને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.
વિદ્યાર્થિના પિતા સ્કૂલ પર કર્યા ગંભીર આક્ષેપ
વિદ્યાર્થિના પિતાએ આક્ષેપ કર્યો છે કે, મેં પ્રિન્સિપાલને ફોન કર્યો કે સાહેબ, શું ઘટના બની છે. તો પ્રિન્સિપાલે મને કહ્યું કે હું લીવ પર છું, મેં એના કલાસ-ટીચરને ફોન કર્યો તો તેના તેણે એવું જણાવ્યું કે અમે ભણાવવામાં ધ્યાન આપીએ છીએ, છોકરાઓ શું પ્રવૃત્તિ કરે એ અમે ખબર નથી રાખતા, તમારે જે થાય એ કરજો''.
'તારો એલ સી કાઢી આપીને ઘરે મોકલી દઈશ'
તેમણે કહ્યું કે, ''દીકરીને બે છોકરાની મદદગીરી લઈ રિસેસ દરમિયાન બ્લેડથી પાંચ ચેકા માર્યા અને લાઈટરથી બાળવામાં પણ આવી. જેથી છોકરી લાઈબ્રેરીના ટીચર પાસે ગઈ તો તેમણેર કહ્યું કે તમારા ક્લાસ-ટીચર પાસે જાઓ. જેથી કલાસ-ટીચર પાસે જતાં તેમણે મારી છોકરીને ધમકાવી હતી અને કહ્યું કે તારા પપ્પાને ના કહેતી, નહીં તો તારો એલ સી કાઢી આપીને ઘરે મોકલી દઈશ''.






