Home Gujarat Ahmedabad Bjp Gujarat Laghumati Morcha New Team Announcement 2026

ગુજરાત ભાજપના લઘુમતી મોર્ચાની નવી ટીમ તૈયાર : ચૂંટણી પહેલા BJPએ વસિમ શેખ, મોહમ્મદ મલેક સહિત અનેક મુસ્લિમ આગેવાનોની આપી મોટી જવાબદારી

BJP Minority Morcha Gujarat
Published by: Viral Patel
Last Updated: Apr 03, 2026, 02:53 PM IST

Gujarat BJP Minority Front: ગુજરાતમાં ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે ભાજપના લઘુમતી મોરચાએ મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારોની જાહેરાત કરી છે. પ્રદેશ અધ્યક્ષની મંજૂરી અને સંગઠન મહામંત્રી સાથે ચર્ચા બાદ મોરચાની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. આ નવી રચનામાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિનિધિત્વ આપતા કુલ 21 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણયથી લઘુમતી સમુદાયમાં પાર્ટીની પહોંચ વધારવાનો પ્રયાસ હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે.

નવી સંગઠનાત્મક ટીમની જાહેરાત

ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચા ગુજરાત દ્વારા 3 એપ્રિલ 2026ના રોજ જાહેર કરાયેલા સંગઠનાત્મક નિમણૂક પત્ર અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ અને ભાજપના પ્રદેશ પ્રમુખ તથા સંગઠન મહામંત્રી સાથે ચર્ચા બાદ આ નિમણૂકોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

પ્રદેશ ઉપપ્રમુખ તરીકેની નિમણૂક

લઘુમતી મોરચાની નવી ટીમમાં કુલ આઠ પ્રદેશ ઉપપ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓના કાર્યકર્તાઓને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણૂક પામનારામાં મુખ્ય નામોમાં વસીભાઈ શેખ-ગાંધીનગર મહાનગર, કૈફુલ્લાહ દલ- જુનાગઢ જિલ્લો, મહોમદ ઇલ્યાસભાઈ મલેક-વલસાડ જિલ્લો, અબ્દુલ લતીફભાઈ વડલા- મહાનગર વિસ્તાર, આરિફહુસેન શેખ-ખેડા જિલ્લો, બીબી હેમસુફ જાજરદાર- નવસારી જિલ્લો, ફૈઝલભાઈ પટેલ- ભરૂચ જિલ્લો, રિઝવાનભાઈ મુલતાની- પંચમહાલ જિલ્લો. આ નિમણૂકોમાં રાજ્યના ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

પ્રદેશ મહામંત્રીઓની પસંદગી

લઘુમતી મોરચાની નવી રચનામાં પ્રદેશ મહામંત્રી તરીકે ચાર કાર્યકર્તાઓને મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક પામનારામાં નેતાઓમાં તારીકભાઈ સોલંકી- બનાસકાંઠા જિલ્લો, અબ્બાસાલી સૈયદ અબ્દુલકાદર- મહેસાણા જિલ્લો, સાહિલયોન મલેક- આણંદ જિલ્લો, મહેમીનાબેન વ્હોરા-વડોદરા મહાનગરનો સમાવેશ થાય છે. આ હોદ્દેદારો સંગઠનના વિસ્તરણ, કાર્યક્રમોની રચના અને જિલ્લાઓ સાથે સંકલન માટે જવાબદાર રહેશે.

દેશ મંત્રીઓમાં વિવિધ જિલ્લાઓનું પ્રતિનિધિત્વ

સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે લઘુમતી મોરચામાં અનેક પ્રદેશ મંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક પામનારામાં મુખ્ય નામોમાં રાજુભાઈ દલવાડી- રાજકોટ મહાનગર, જમાલભાઈ કાપડી- જામનગર મહાનગર, બાજુલ હુસેન મિર્ઝા- સુરત મહાનગર, ડો. જફરિયોન સૈયદ- રાજકોટ જિલ્લો, ગુલામકાદરભાઈ અન્સારી- કચ્છ જિલ્લો, રહીમભાઈ મીર- ગાંધીનગર જિલ્લો અને હુસૈનમિર લાબા- સુરત જિલ્લોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંગઠનમાં પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે રફીકભાઈ દલવાણી (અમરેલી જિલ્લો) અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે અતુલભાઈ બુખારી (ભાવનગર મહાનગર) ની નિમણૂક પણ કરવામાં આવી છે.

સંગઠન મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું

ભાજપના સંગઠનાત્મક માળખામાં મોરચાઓની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લઘુમતી મોરચો ખાસ કરીને મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય લઘુમતી સમુદાયો વચ્ચે પાર્ટીની વિચારધારા પહોંચાડવાનું કામ કરે છે. નવી ટીમમાં વિવિધ જિલ્લાઓના કાર્યકર્તાઓને સ્થાન આપીને સંગઠનને તળિયાથી મજબૂત બનાવવાનો પ્રયાસ થયો હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. આ પ્રકારની નિમણૂકો દ્વારા રાજ્યભરમાં સંગઠનના કાર્યક્રમો, સભાઓ અને સભ્યતા અભિયાનને વધુ ગતિ મળશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી સમયગાળામાં અનેક રાજકીય અને સંગઠનાત્મક કાર્યક્રમો યોજાવાના છે. તે પરિસ્થિતિમાં લઘુમતી મોરચાની નવી ટીમ પાર્ટી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. લઘુમતી સમુદાયમાં પાર્ટીની પહોંચ વધારવા, સરકારની યોજનાઓ વિશે જાગૃતિ લાવવા અને રાજકીય સંવાદ વધારવા માટે મોરચાની ભૂમિકા વધતી જાય છે. નવી ટીમના હોદ્દેદારો રાજ્યના વિવિધ વિસ્તારોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now