logo-img
Aniruddhasinh Jadeja Surrenders In Court In Gondal

અનિરુદ્ધસિંહ જાડેજાનું ગોંડલ કોર્ટમાં સરેન્ડર : પોપટ સોરઠિયા હત્યા કેસમાં છે આરોપી, જાણો સમગ્ર મામલો

અનિરુદ્ધસિંહ જાડેજાનું ગોંડલ કોર્ટમાં સરેન્ડર
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 19, 2025, 12:47 PM IST

રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે પોપટ સોરઠિયા હત્યાકેસમાં ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. અત્રે જણાવીએ કે, ગઈકાલે સરેન્ડર કરવાના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાંથી રાહત આપવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને એક અઠવાડિયા માટે સ્ટે આપવામાં આવ્યો હતો બાદમાં ફરી આ સ્ટે હટાવી લેવાયો હતો.

સુપ્રીમ કોર્ટ સ્પે. લીવ પિટિશન દાખલ કરી હતી

અનિરુદ્ધસિંહ જાડેજાએ 29 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સ્પે. લીવ પિટિશન અને જે 30 ઓગસ્ટે દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટ આ લીવ પિટિશનની સુનાવણી હાથ ધરી હતી.

વિવાદિત નિર્ણયને કોર્ટે ફગાવ્યો હતો

અગાઉ તત્કાલીન જેલના ADGP ટી એસ બિષ્ટ દ્વારા વર્ષ 2018માં જૂનાગઢ જેલ અધિકારીઓને પત્ર લખી અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાનો વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફગાવી તે નિર્ણયને ફગાવી દીધો હતો.

પોપટ સોરઠીયાના પૌત્રએ અરજી કરી હતી

મૃતક પોપટ સોરઠીયાના પૌત્ર હરેશ સોરઠીયાએ આ વિવાદિત મુક્તિના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે, ''દોષિતે માત્ર 18 વર્ષ જેલવાસ ભોગવ્યો હોવા છતાં તેને ગેરકાયદે રીતે મુક્ત કરી દેવામાં આવ્યો હતો''.

જાણો કેસ

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠિયાની વર્ષ 1988મા ધ્વજવંદન કાર્યક્રમમાં જ સરાજાહેરમાં ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં ટાડા એકટ હેઠળ સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજા ઉર્ફે અનિરુદ્ધસિંહ રીબડાને 2018માં સજા માફી આપવો સરકારે નિર્ણય લીધો હતો, જે મામલાને પડકારતી રિટ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી

વિવાદોમાં ઘેરાયેલા છે અનિરુદ્ધસિંહ જાડેજા

અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે હાલ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેનો પુત્ર રાજદીપસિંહ જાડેજા વિવાદોમાં ઘેરાયેલા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now