Dudhdhara Dairy Election : દૂધધારા ડેરીની ચૂંટણીને લઈ ભરૂચનું રાજકારણ ગરમાયું છે, ભરૂચના દૂધિયા રાજકારણમાં કોણ 'રાજ' કરશે તેનો આજે મતદાન થઈ ગયું છે. આપને જણાવી કે, મતગણતરી આવતીકાલે થશે. ખાસ કરીને ભાજપમાં મેન્ડેટને લઈને ઉથલપાથલ જોવા મળી. ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ અપાયું તેવા ઉમેદવારો સામે ભાજપના લોકોએ ચૂંટણીમાં ફોર્મ ભર્યા હતા, એટલે કે, પક્ષના કેટલાક નેતાઓએ મેન્ડેટના નિર્ણય સામે બળવો કર્યો હતો. જો કે, જેના પગલે પક્ષેે ભાજપમાંથી સસ્પેન્ડ પણ કર્યા હતા.
17 વર્ષથી ઘનશ્યામ પટેલનો કબજો રહ્યો
અત્રે જણાવીએ કે, દૂધધારા ડેરીનો 900 કરોડના ટર્નઓવર છે. આ ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ઘનશ્યામ પટેલનો કબજો રહ્યો છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં વાગરાના ભાજપ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાની પેનલ ઊભી કરી હતી ત્યારે બે બળિયાઓ વચ્ચે સીધી ટક્કર જામી, જો કે, આ ચૂંટણીનું પરિણામ આવતીકાલે 20 સપ્ટેમ્બરે આવશે.
14 બેઠકો માટે કુલ 296 મતદારો મતદાન
દૂધધારાની ચૂંટણીમાં 15 બેઠકો માટે જાહેરાત થઈ હતી, જેમાંથી એક બેઠક પર અરૂણસિંહના પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારે આજે 14 બેઠકો માટે કુલ 296 મતદારો મતદાન કર્યું છે.
અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારો ને ભાજપે મેન્ડેટ આપ્યું
વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારો ને ભાજપે મેન્ડેટ આપ્યું હતું. જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ, વાગરા, આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થાય.