logo-img
Ahmedabads Kanotar High Profile Liquor Party Busted

અમદાવાદના કાણોતરમાં દારૂની હાઈ પ્રોફાઈલ પાર્ટી ઝડપાઈ : કોંગ્રેસ કોર્પોરેટરના પતિ સહિત 12 ઝડપાયા, 16 મોબાઈલ જપ્ત

અમદાવાદના કાણોતરમાં દારૂની હાઈ પ્રોફાઈલ પાર્ટી ઝડપાઈ
Published by: Offbeat Team
| Last Updated: Sep 19, 2025, 02:13 PM IST

અમદાવાદના કાણોતર ગામની સીમમાં એક ફાર્મ હાઉસ પરથી હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ અંગેની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી બાવળા નગરપાલિકાના કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટરના પતિ સહિત 12 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

12 લોકોની અટકાયત કરી

પોલીસે રેડ પાડી હતી ત્યારે મહેફિલ ચાલી રહી હતી અને કેટલાક શખ્સો નશાની હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે પોલીસે તાત્કાલિક મહેફિલમાં હાજર તમામ 12 લોકોની અટકાયત કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બાવળા નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વર્તમાન કોર્પોરેટર કોમલબા ડાભીના પતિ અને કોંગ્રેસના કાર્યકર્તા મયુરધ્વજ અજીતસિંહ ડાભી, હરદીપસિંહ અજીતસિંહ પઢેરીયા, બાવળા, મૂળ ઢેઢાલ ગામનો પણ સમાવેશ થાય છે.

ત્રણ દારૂની બોટલો, 16 મોબાઈલ ફોન જપ્ત

પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. 35,87,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્રણ દારૂની બોટલો, 16 મોબાઈલ ફોન અને 6 લક્ઝરી ગાડીઓનો સમાવેશ થાય છે. બગોદરા પોલીસે તમામ 12 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now