અમદાવાદમાંથી છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીની ફરિયાદોમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેને લઈને અમદાવાદ શહેર પોલીસ સતત તપાસ કરી રહી હતી. ત્યારે હવે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા એક વર્ષથી ટુ વ્હીલર વાહનોની ચોરી કરનાર ચોર ઇસમને દબોચી લીધા છે.
સાબરમતી રેલવે પોલીસે તેમની પાસેથી કુલ 4,09,000 રૂપિયાના કુલ 21 વાહનોને જપ્ત કર્યા છે. આને લઈને સાબરમતી પોલીસે કુલ વાહનચોરીના 24 અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કર્યા છે.
સાબરમતી રેલ્વે પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-1199012250055/2025 બી.એન.એસ. કલમ 303(2), 317(2), 54 મુજબના ગુનાના કામે ફરતા આરોપીઓ ધર્મેશ ગોવિંદભાઇ રાણા અને બહાદુર બુધ્ધાભાઇ ભંગીની તપાસ દરમ્યાન હ્યુમન સોર્સ તથા ટેકનીકલ માહીતીના આધારે અટકાયત કરી છે. તેમની પાસેથી કુલ 4,09,000 રૂપિયાના કુલ 21 વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે.