વરસસાદના થોડા વિરામ બાદ આજે નવરાત્રિના ખેલૈયાઓની મઝા બગાડવાનું મેઘરાજાએ મન બનાવી લીધું છે. અમદાવાદમાં આજે સવારથી વરસાદનું વાતાવરણ હતું, ત્યારે બપોરે વરસાદે વરસવાનું શરૂ કરી દીધું છે જેના કારણે નવરાત્રિના મેદાનો પર પાણી ફરી વળ્યું છે. થોડા સમયના વિરામ બાદ વરસાદની એન્ટ્રીથી ખેલૈયાઓના ચહેરા પર નિરાશાનું મોજું ફરી વળ્યું છે. પ્રિ-નવરાત્રિમાં જ અમદાવાદમાં વરસાદ વરસવાથી ખેલૈયાઓ ઉદાસ થઈ ગયા છે. એવામાં હવે ભીના ગરબા ગ્રાઉન્ડ પર કેવી રીતે ગરબા રમવા? આ પ્રશ્ન સાથે ખેલૈયાઓ દુખી થઈ ગયા છે.
અંબાલાલની નવરાત્રિને લઈ આગાહી
અંબાલાલ પટેલે નવરાત્રીની શરૂઆતમાં અમુક અમુક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 29 અને 30 સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારે અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે બંગાળની સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવી રહ્યું એમ લાગી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં, સુરતના ભાગોમાં આફતનો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલું જ નહીં ગુજરાતના કેટલાક ભાગોમાં 29 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.